હવામાન વિભાગની આગાહી અનુસાર, આવતા પાંચ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાતો દ્વારા અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે કે,હસ્ત નક્ષત્રમાં ગાજવીજ સાથે વરસાદ વરસે તો આગલા વર્ષનો કોલ ગણાય છે.
હસ્ત નો નક્ષત્રમાં માં 27 સપ્ટેમ્બર સવારે બેસે છે આથી હસ્ત નક્ષત્રમાં 27 થી 5 ઓક્ટોબર દરમિયાન રાજ્યના ભાગોમાં ભારે વરસાદી ઝાપટા રહેવાની શક્યતા છે.હાલમાં બંગાળના ગાડીમાં સક્રિય થયેલુ ગુલાબ વાવાઝોડું બંગાળની ખાડી થી આગળ વધ્યું છે.
જાણવા મળ્યું છે કે તે મધ્યપ્રદેશના ઉત્તર પશ્ચિમ વિસ્તાર સુધી પહોંચ્યું છે. વાવાઝોડું આગામી 24 કલાક દરમિયાન ગુજરાત સુધી પહોંચવાની શક્યતા છે. વાવાઝોડાના કારણે સર્જનારી સાયક્લોનિક સરક્યુલેશનની અસર થી 24 કલાકમાં વાતાવરણમાં પલટો આવી શકે છે.
હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં 40 થી 60 કિલોમીટરની ગતિ ના પવનો અને ગાજવીજ સાથે હળવાથી ભારે વરસાદ પડવાની શક્યતા છે.30 સપ્ટેમ્બરના રોજ દક્ષિણ ગુજરાત ના વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ, ઉત્તર અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આણંદ, છોટાઉદેપુર, પંચમહાલ, વડોદરા, નર્મદા, ભરૂચ અને તાપીમાં ભારે વરસાદની શક્યતા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!