અરે બાપ રે..! એપ્રિલમાં પવન સાથે વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી ભુક્કા બોલાવતી આગાહી,જાણો કયા કયા આવશે વરસાદ…

Published on: 10:45 am, Thu, 4 April 24

ગુજરાત રાજ્યમાં કાળઝાળ ગરમી બાદ હવે છેલ્લા પાંચ દિવસથી વાદળછાયું વાતાવરણ છવાયેલું છે ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે એપ્રિલ મહિનામાં જ ગુજરાતમાં વાતાવરણમાં પલટો અને વરસાદ વરસવાની આગાહી કરી છે અને આ સાથે તેમને ગરમી વધવાની આગાહી કરી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં હવામાન અંગેની આગાહી કરતા

જણાવ્યું કે ગુજરાત માં સાતમી તારીખ સુધી વાદળછાયુ વાતાવરણ રહેશે 9 ની એપ્રિલિ થી મહત્તમ વધારો થશે અને આ સાથે તેમને જણાવ્યું કે મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોમાં ચાર ડિગ્રી તાપમાન વધવાની શક્યતા છે.અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે દેશના કેટલાક ભાગોમાં 12 થી 18 તારીખમાં મોટો પલટો આવશે

અને આ પલટાના કારણે પ્રી મોન્સુન એક્ટિવિટી શરૂ થશે જેના કારણે ગુજરાત સહિત દેશના ઘણા બધા ભાગોમાં માવઠું થવાની શક્યતા છે અને ગુજરાતના અનેક વિસ્તારોમાં કમો સમી વરસાદ તો ક્યાંક ધીમો તો ક્યાંક છાંટા પડશે.હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 12 થી 18 એપ્રિલ દરમિયાન પૂર્વ ગુજરાતના ભાગો પંચમહાલ,

સાબરકાંઠા, અમદાવાદ અને મધ્ય ગુજરાતના ભાગોમાં માવઠું થઈ શકે છે.અંબાલાલ પટેલે આ સાથે હવામાન પલટા અંગેની આગાહી કરી છે જેમાં તેમને જણાવ્યું કે કચ્છ સુરત અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં હવામાન પલટો આવી શકે છે. ગુજરાતના ઘણા ભાગોમાં પવન અને વરસાદ થવાની શક્યતા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment on "અરે બાપ રે..! એપ્રિલમાં પવન સાથે વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી ભુક્કા બોલાવતી આગાહી,જાણો કયા કયા આવશે વરસાદ…"

Leave a comment

Your email address will not be published.


*