ભારે ઠંડી ની વચ્ચે લક્ષદ્વીપ પાસે સર્જાયેલા લો પ્રેશર ના લીધે ગુજરાતમાં ભારે વરસાદ વરસવાની સંભાવના રહેલી છે. જેના પગલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અંધારું થયું હતું
ત્યારબાદ ખૂબ ઠંડો પવન પણ નીકળ્યો હતો.હજુ પણ આગામી ચાર દિવસ આ પ્રકારનો માહોલ રહેશે.લક્ષદ્વીપ ના લો પ્રેશરની સાથે સાથે અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતા દક્ષિણ ગુજરાતના સુરત
નવસારી વલસાડ તાપી ડાંગ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે. તેમજ સૌરાષ્ટ્રના ભાવનગર રાજકોટ અમરેલી જૂનાગઢ અને જામનગરના દરિયાકિનારાના વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ સેવાઇ રહી છે.
હવામાન વિભાગ દ્વારા જાણકારી આપવામાં આવી છે કે 8 નવેમ્બરથી 15 નવેમ્બર સુધી વરસાદી ઝાપટા પડવાની આગાહી છે. તેમજ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં અમુક જગ્યાએ વરસાદી માવઠાની શક્યતાઓ રહેલી છે. જો આ માવઠા આવશે તો ખેડૂતો નો બધો જ ભાગ નિષ્ફળ જશે જેના કારણે મોટી નુકસાની ભોગવવાનો વારો આવી શકે તેમ છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!