ગુજરાત રાજ્યમાં હાલ ગરમી અને ઠંડી બંને ઋતુ નો મતલબ કે બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે ત્યારે હવામાન વિભાગે હાલ ગુજરાતમાં વરસાદ અંગે તો કોઈ આગાહી કરી નથી પરંતુ રાજ્યના હવામાન નિષ્ણાંત એવા
અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી એ રાજ્યમાં હવામાનમાં પલટો આવવાની આગાહી કરે છે અને આ સાથે તેઓએ હતો આંધી વંટોળ પવનના સુસ્વાટા સાથે કમોસમી વરસાદ અને કરા પડવાનું અનુમાન કર્યું છે.
જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પોતાની આગાહીમાં જણાવ્યું કે વેસ્ટન ડીસ્ટર્બન્સ અને ગ્રહોના ફેરફારના કારણે કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ થવાની શક્યતા છે અને તે આજે આવશે અને
આ ઉપરાંત અન્ય એક વેસ્ટર્ન ડીસ્ટર્મન્સ 11 થી 12 માર્ચ સુધીમાં આવી શકે છે.હવામાન નિષ્ણાંત આગાહી કરતા જણાવે છે કે 20 માર્ચ સુધીમાં ગરમી વધશે અને એપ્રિલ મહિનામાં વરસાદ કરા અને પવન સુકાઈ શકે છે અને આ વર્ષે ઉનાળાની ગરમી આખરી હશે.
અંબાલાલ તો કહે છે કે ફાગણ ચૈત્ર વૈશાખમાં પવનની ગતિ થોડીક વધારે રહેશે. અરબ દેશોમાંથી ઉડીને આવતી ધૂળના કારણે કાળી આંધી દેશના ભાગોમાં આવવાની શક્યતા રહેશે અને આ સાથે તેમને જણાવ્યું કે બંગાળના ઉપસાગરમાં હલચલ જોવા મળશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment