હર હર મહાદેવ : મે મહિનાની આ તારીખે કેદારનાથ ધામના દરવાજા ખુલશે, આ વર્ષે ઉતરાખંડની ચારે ધામની યાત્રા કરવી હોય તો આ જાણી લેજો…

ઉતરાખંડની ચારધામ યાત્રા આ વર્ષે મે મહિનાની 10 તારીખે શરૂ થવા જઈ રહી છે ત્યારે આજે મહાશિવરાત્રીના દિવસે બાબા કેદારનાથના દરવાજા ખોલવાની તારીખની જાહેરાત બાદ હવે સ્પર્શ થઈ ગયું છે કે કેદારનાથની સાથે સાથે ગંગોત્રી અને યમરોત્રીના દરવાજા પણ પહેલા જ દિવસે ખુલશે

આ વખતે આપને જણાવી દઈએ દોસ્તો કે કેદારનાથ ગામના દરવાજા 10 મેના રોજ સવારે સાત વાગ્યાથી ભક્તો માટે ખુલશે.શુક્રવાર એટલે કે આજરોજ મહાશિવરાત્રીના દિવસે ભગવાન કેદારનાથ ધામના દરવાજા ખોલવાની તારીખ ઓમકારેશ્વર મંદિર ખાતે શુક્રવારને મહાશિવરાત્રી પર્વ નક્કી કરવામાં આવી હતી.

કેદારનાથ ધામના દરવાજા ખોલવાની તારીખ કેદાર ના ગામના રાવલ ભીમાશંકર ના માર્ગદર્શન હેઠળ જાહેર કરવામાં આવી છેગંગોત્રી અને યમનોત્રી ધામના દરવાજા ખોલવાનો શુભ સમય એપ્રિલમાં જાહેર કરવામાં આવશે પરંતુ દરવાજા 10 મેના રોજ ખુલશે અને ગંગોત્રી અને યમનોત્રી ધામના દરવાજા અક્ષય તૃતીયા પરત ખુલે છે

અને આ વખતે અક્ષય તૃતીયા દસમી મેના રોજ છે. બદ્રીનાથ ધામના દરવાજા 12 મેના રોજ સવારે છ વાગે બ્રહ્મ મુરતમાં ખુલશે દર વર્ષે વસંત પંચમીના દિવસે બદ્રીનાથના દરવાજા ખુલતા હોય છે ત્યારે ઉપરની જણાવેલ તારીખો મુજબ તમે ઉત્તરાખંડ આવવા માટે પ્રવાસની યોજના બનાવી શકો છો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*