મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા રાજ્યમાં હવામાનને લઈને અંબાલાલ પટેલે કરી મોટી આગાહી, 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે…

Published on: 10:19 am, Thu, 15 February 24

હાલ ગુજરાત રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. લોકોને બપોરે ગરમીનો તો રાત્રે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે ત્યારે ફેબ્રુઆરીમાં ઠંડી ના બદલે ગરમી કેમ પડી રહી છે ત્યારે જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ આગામી દિવસોમાં વાતાવરણ કેવું રહેશે તેને લઈને મોટી આગાહી કરી છે.

તેઓએ પોતાની આગાહીમાં જણાવ્યું કે ફેબ્રુઆરી મહિનાના અંત સુધીમાં વારંવાર વાતાવરણમાં બદલાવ જોવા મળશે અને આગામી સમયમાં બંગાળમાં ઉપસાગર અને દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશમાંથી પવન આવી રહ્યા છે જેના કારણે 14 મી ફેબ્રુઆરી સુધી વાદળછાયું વાતાવરણ રહેશે.

આ સાથે અંબાલાલ પટેલે એમ પણ જણાવ્યું કે મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 18 થી 20 ફેબ્રુઆરીના રોજ આવશે જેના કારણે 18 થી 20 ફેબ્રુઆરીમાં સૌરાષ્ટ્રના ભાગોમાં 25 km ની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા રહેશે અને 15 ફેબ્રુઆરીથી ધીમે ધીમે તાપમાનમાં વધારો થશે અને 18 થી 20 ફેબ્રુઆરીના પવનની વધુ રહેશે અને ધૂળ ઉડશે અને ગરમી થશે.ગુજરાતમાં હાલનું હવામાન

ખેડૂતો માટે ચિંતા નો વિષય બિલકુલ નથી કારણ કે શિયાળુ પાક મેચ્યોરિટી લેવલે પહોંચી ગયો છે અને જેના કારણે તેમને અમુક બાબતનું ધ્યાન રાખવું પડશે અને ખેડૂતોએ ઉભા પાકમાં જમીનના પરત અને હવામાનની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી જરૂરિયાત મુજબ પિયત આપવું તથા ભલામણ મુજબ રાસાયણિક ખાતરનો હપ્તો આપવો જોઈએ.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

 

Be the first to comment on "મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા રાજ્યમાં હવામાનને લઈને અંબાલાલ પટેલે કરી મોટી આગાહી, 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે…"

Leave a comment

Your email address will not be published.


*