હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આ વર્ષે ચોમાસુ સારું રહેવાની અને ચોમાસા માટે સાનુકૂળ હવામાન રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે ત્યારે ચાલો આપણે જાણીએ કે તેઓ શું કહી રહ્યા છે.ચોમાસા અંગે ઘણા પરિબળો જોવામાં આવતા હોય છે જેમાં વૈશ્વિક પરિબળોનો સમાવેશ થતો હોય છે
આ સિવાય પૂર્વ આફ્રિકાથી અને ચીન સુધીનું હવામાન સાથે સાથે શ્રીલંકા તરફથી આવતા પવનો અને પવનોનું દબાણ ઉપરાંત પ્રેસર સહિતના ઘણા બધા પરિબળો જોવામાં આવતા હોય છે અને આ સાથે હિંમત સાગર અને અરબસાગર નું સાનુકૂળ હવામાન સાથે આઇઓડી પોઝિટિવ કે નેગેટિવ જેવા પરિબળો પણ હોય છે
અને આ પરિબળોનો અભ્યાસ કરીને ચોમાસા નો આંકલન થતું હોય છે.આગામી 12 થી 15 એપ્રિલ દરમિયાન મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે અને આ સાથે પ્રિમોન્સૂન એક્ટિવિટી પણ શરૂ થશે અને માર્ચમાં પ્રિમોન્સૂન એક્ટિવિટી અને જુનથી વરસાદ શરૂઆત થશે અને ચોમાસું કેવું રહેશે તે અંગે વનસ્પતિ અને પ્રાણીઓ પણ ઘણા બધા સંકેતો આપતા હોય છે
અને ઉનાળા દરમિયાન ઇષ્ટ ગરમી પડે તો વાદળો વિખરાઈ જતા નથી. તેનો લાભ ચોમાસા દરમિયાન થવાની વાત પણ અંબાલાલ પટેલે કરી છે અને તેઓએ કહ્યું છે કે હોળીનો પવન સાનુકૂળ રહ્યો છે અને એવું કહી શકાય કે પવનનું ચક્ર સારું છે જેના આધારે ચોમાસું સારું જવાની શક્યતા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment