શું હોળી ધુળેટી બગડશે? હોળી ધુળેટી પર માવઠાને લઈને અંબાલાલ પટેલે કરી ભુક્કા બોલાવતી આગાહી, જાણો વિગતે

ગુજરાત રાજ્યમાં પવનની દિશા બદલાયા કરે છે જેના કારણે ઠંડીની વધઘટ જોવા મળી રહી છે જોકે લઘુતમ તાપમાનમાં કોઈ ફેરફાર થયો નથી તેમ છતાં વહેલી સવારે ઠંડીનો અહેસાસ થાય છે કારણ કે પવન ફુકાવાના કારણે ઠંડીનો અહેસાસ થાય છે તો બીજી બાજુ બપોરે થતા ગરમીનો અનુભવ થઈ રહ્યો છે

ત્યારે અંબાલાલ પટેલે હવામાનમાં પલટાને લઈને મોટી આગાહી કરી છે.હવામાન અંબાલાલ પટેલે વાતચીત કરતા જણાવ્યું કે મજબૂત વેસ્ટન ડીસ્ટર્બન્સ આવશે જે 17 થી 18 અને 19 ફેબ્રુઆરી દરમિયાન તેની અસર જોવા મળશે જેમાં ભારે બરફ વર્ષા પવનના તોફાનો તેમજ હિમચાદર બનવાની શક્યતા છે.

જેના કારણે 25 થી 26 ફેબ્રુઆરીના સવાર અને સાંજના કારણે ઠંડી પડવાની શક્યતા છે.25 થી 27 ફેબ્રુઆરીમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં વહેલી સવારે અને રાતના તાપમાનમાં 11 ડિગ્રી નીચું જવાની શક્યતા રહેશે અને અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ઠંડી પડશે ને ગાંધીનગરમાં તાપમાનમાં 12 ડિગ્રી નીચું જવાની શક્યતા રહેશે

જેમાં અમદાવાદમાં પણ લઘુતમ તાપમાન 13 ડિગ્રી નીચું જવાની શક્યતા છે.અંબાલાલ પટેલે કરેલી આગાહી મુજબ કચ્છમાં લઘુતમ તાપમાન 10 ડિગ્રી નીચે જવાની શક્યતા વિશે જ્યારે સૌરાષ્ટ્રમાં પણ તાપમાન ઘટશે અને ઠંડીનો ચમકારો અનુભવાશે.

સુરત સુધીના ભાગોમાં વાદળછાયુ વાતાવરણ રહેવાની શક્યતા રહેશે અને ઠંડી બે ઋતુઓ વચ્ચે આવશે જેમાં ગરમી અને રાત્રે ઠંડીની અસર જોવા મળી શકે છે.આપને જણાવી દઈએ કે 17 થી 19 માર્ચ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે ને હોળી પહેલા હવામાનમાં મોટા પલટા આવશે અને અમુક વિસ્તારોમાં તો માવઠું થવાની શક્યતા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*