સમાચાર

આમ આદમી પાર્ટીની સરકાર બનતાની સાથે રાજ્ય પરિવહનનાં કર્મચારીઓની તમામ માંગણીઓ 1 મહિનામાં પૂરી કરવામાં આવશે: અરવિંદ કેજરીવાલ

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજી 2 સપ્ટેમ્બરના રોજ ગુજરાતમાં આવ્યા હતા. અરવિંદ કેજરીવાલજી બે સપ્ટેમ્બર ના રોજ બપોરના સમયે પોરબંદર એરપોર્ટ પર આવ્યા હતા. ત્યાંથી અરવિંદ કેજરીવાલજી દ્વારકા પહોંચ્યા હતા. ત્યાં તેમને ખેડૂતોને છ મહત્વની ગેરંટી આપી. ત્યારબાદ અરવિંદ કેજરીવાલજી દ્વારકાના વિશ્વપ્રસિદ્ધ દ્વારકાધીશના મંદિરમાં ગયા હતા અને ત્યાં ભગવાન દ્વારકાધીશના ચરણમાં માથું નમાવ્યું હતું. ત્યારબાદ અરવિંદ કેજરીવાલજી પોરબંદર એરપોર્ટ થઈને રાજકોટ પહોંચ્યા હતા. ત્યારે આજરોજ અરવિંદ કેજરીવાલજીએ રાજકોટમાં મીડિયા સામે કેટલાક મહત્વના મુદ્દા પર વાતો કરી હતી.

અરવિંદ કેજરીવાલ જઈએ મીડિયાને સંબોધતા જણાવ્યું હતું કે, થોડાક દિવસો પહેલા આમ આદમી પાર્ટી ગુજરાતના મહામંત્રી મનોજ સોરઠીયા પર સુરતમાં જીવલેણ પ્રહાર થયા હતા. આ ઘટનામાં તેમના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. તેમનો શું વાંક હતો? તેઓ માત્ર ગણપતિ પંડાલની વ્યવસ્થા જોવા માટે ઉભા હતા. આ ગુજરાતની સંસ્કૃતિ નથી, આ આપણા દેશની સંસ્કૃતિ નથી, આ હિન્દુ સંસ્કૃતિ નથી, આ આપણા સંસ્કાર નથી. આ વાતની જાણ ગુજરાત રાજ્યના ખૂણામાં થતા દરેક લોકો ભારે ગુસ્સામાં થયા હતા. અરવિંદ કેજરી વાલે જણાવ્યું કે, ગુંડાગીરી હવે એટલી બધી રહે છે કે દરેક જગ્યાએ તેઓ લોકોને ડરાવી રહ્યા છે અને આ પ્રકારના જીવ લઈને હમલા કરી રહ્યા છે. અરવિંદ કેજરીવાલ જે જણાવ્યું કે, ભાજપ ખૂબ જ હેરાન છે તેમને સમજાતું નથી કે હવે શું કરવું, તેમને તેમની હાર દેખાઈ રહી છે.

અરવિંદ કેજરીવાલ જીએ વધુમાં જણાવ્યું કે, હું તમામ રાજ્ય પરિવહનના કંડકટર અને ડ્રાઇવર કર્મચારીઓનો આભાર માનું છું. મેં સાંભળ્યું છે કે ભુજમાં ભાજપની એક મોટી સભા હતી અને ત્યાં પહોંચેલી તમામ બસોના ડ્રાઇવરો અને કંડક્ટરોએ આવતા જતા દરેક મુસાફરોને કહી રહ્યા હતા કે, આ વખતે પરિવર્તન થવું જોઈએ. તેથી આ વખતે બધા ઝાડુંને મત આપજો. અરવિંદ કેજરીવાલ એ વધુમાં જણાવ્યું કે તે મિટિંગમાં ગયેલા તમામ લોકોએ નક્કી કર્યું છે કે ભલે અમે તેમની મિટિંગમાં ગયા હતા, પરંતુ અમે વોટ આમ આદમી પાર્ટીને જ આપીશું. એટલા માટે હું ટ્રાન્સપોર્ટના તમામ તમામ કર્મચારીઓનો આભાર માનું છું અને હું કહેવા માગું છું કે તમારે આ કામ દરરોજ કરવાનું છે.

અરવિંદ કેજરીવાલ થી એ વધુમાં જણાવ્યું કે તમારે દરેક મુસાફરોને કહેવું પડશે કે આમ આદમી પાર્ટી ને વોટ આપો. અરવિંદ કેજરીવાલ જીએ વધુમાં જણાવ્યું કે જો આમ આદમી પાર્ટીની સરકાર ગુજરાતમાં બની તો, માત્ર એક મહિનામાં રાજ્ય પરિવહનના તમામ કર્મચારીઓની માંગણી પૂરી કરવામાં આવશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *