અમદાવાદમાં એક યુવતીના પિતાએ 19 વર્ષના યુવકનો જીવ લીધો… જાણો શું છે સમગ્ર ઘટના…

અમદાવાદ શહેરમાં ગુનાહિત પ્રવૃત્તિઓ દિવસેને દિવસે વધી રહે છે. ત્યારે હાલમાં બનેલી વધુ એક જેવું લેવાની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં દિલીપ પરમાર નામના આરોપીએ એક યુવક પર ધારદાર વસ્તુ વડે પ્રહાર કરીને તેનો જીવ લઈ લીધો હતો. હાલમાં તો દિલીપ પરમાર પોલીસની કસ્ટડીમાં છે.

મળતી માહિતી અનુસાર, વટવાના ચાર માળિયામાં રહેતા દિલીપ પરમાર નામના વ્યક્તિની દીકરી સાથે સાગર મકવાણા નામનો એક યુવક વાતચીત કરતો હતો. આ દરમિયાન મૃત્યુ પામેલા યુવકનો ભાઈ ત્યાંથી પસાર થયો એટલે તેને પોતાના ભાઈ અને તેની સાથે વાત કરતી યુવતીને ઠપકો આપીને ઘરે મોકલી દીધા હતા.

આ ઉપરાંત મૃતકના ભાઈ દિલીપ પરમારને પણ પોતાની દીકરીને સમજાવીને રાખવાની વાત કરી હતી. ત્યાર પછી દિલીપભાઈને પહેલા તો પોતાની દીકરીને એક યુવક સાથે સંબંધ છે એ વાતનું ખૂબ જ દુઃખ લાગ્યું, પરંતુ દિલીપભાઈ દીકરીની આ બાબતની વાત પોતાના પરિવાર સાથે ચર્ચા ન કરી શક્યા અને પછી કાનો બધો ગુસ્સો કાઢવા માટે યુવકનો જીવ લેવાનો પ્લાન બનાવ્યો હતો.

પછી એક દિવસ જ્યારે યુવક પોતાના ઘરની બહાર નીકળી રહ્યો હતો, ત્યારે આરોપી દિલીપ પરમારે તેના પર ધારદાર વસ્તુ વડે પ્રહાર કર્યા હતા. પછી આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે જીવ લેવાનો ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી લીધી હતી. આ ઘટનામાં આરોપી દિલીપ પરમાર 19 વર્ષના સાગર મકવાણા નામના યુવકનો જીવ લઇ લીધો હતો. હાલમાં ઘટનાને લઈને પોલીસે વધુમાં કાર્યવાહી શરૂ કરી દીધી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*