વિધાનસભાની પેટા ચૂંટણી પહેલા સૌરાષ્ટ્રના આ દિગ્ગજ પાટીદાર નેતાએ ભાજપનો કેસરીયો ખેસ ધારણ કર્યો

Published on: 9:06 pm, Sun, 25 October 20

રાજ્યમાં ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીની તૈયારીઓ ધમધોકાર ચાલી રહી છે. ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી આઠ બેઠકોની પેટાચૂંટણી 3 નવેમ્બરના રોજ યોજાવાની છે.ભાજપ અને કોંગ્રેસ ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે ત્યારે અન્ય પાર્ટીના કાર્યકર્તાઓ તથા આગેવાનો અને પોતાની પાર્ટીમાં સામેલ પણ કરી રહ્યા છે. સૌરાષ્ટ્રના બોટાદ જિલ્લાના દિગ્ગજ પાટીદાર નેતા દિલીપ સાબવા એ ભાજપનો કેસરીયો ખેસ ધારણ કરતા બોટાદ પંથકનું રાજકારણ ગરમાયું હતું.

આજરોજ ભાજપના પ્રદેશપ્રમુખ સી. આર. પાટીલ ના બોટાદના પ્રવાસે હતા અને તેમની હાજરીમાં પાટીદાર નેતા દિલીપ સાબવા ભાજપમાં જોડાયા છે. તેમની સાથે સૌરાષ્ટ્ર અને સુરતના આગેવાનો પણ ભાજપમાં જોડાયા હતા. ગુજરાતમાં આગામી 3 નવેમ્બરે.

વિધાનસભાની પેટાચૂંટણી માટે મતદાન થવાનું છે ત્યારે બંને પાર્ટીએ પોતાના ઉમેદવારો જાહેર કર્યા બાદ હવે જનતાને પોતાના પક્ષમાં કરવા ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે.

પેટા ચૂંટણીનું પરિણામ 10 નવેમ્બર ના રોજ જાહેર થવાનું છે. આ  ભાજપ માટે સારા સમાચાર છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!