પેટા ચૂંટણીને લઈને ‘ભાજપની ઊંઘ ઉડાવતો’ સર્વે આવ્યો સામે, શુ ભાજપને એક પણ સીટ નહીં મળે? જાણો સમગ્ર મામલો

344

ગુજરાતની જેમ મધ્યપ્રદેશમાં પણ ચૂપ પેટા ચુંટણી ની તારીખ નજીક આવી રહી છે. પેટા ચૂંટણી નજીક આવતા રાજકીય વાતાવરણ ગરમાયું છે.ગુજરાત બાદ મધ્યપ્રદેશમાં પણ એકાંત એક સર્વે પ્રમાણે ભાજપને મોટું નુકસાન જોવા મળી રહ્યું છે.મધ્યપ્રદેશમાં સરકાર કોની બનશે તેનો નિર્ણય 10 નવેમ્બરે થશે પરંતુ તે પહેલા ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો દ્વારા જીતના દાવા કરવામાં આવી રહ્યા છે. જોકે આ વખતે કસોટી બંને પક્ષો માટે રહેશે, ભાજપ સરકાર બચાવવાની કવાયતમાં લાગી રહી છે.

જ્યારે કોંગ્રેસ કમ્બેક કરવાની તૈયારીમાં છે.આ બધી પરિસ્થિતિ વચ્ચે ફરી વખત સોશિયલ મીડિયામાં મધ્ય પ્રદેશ કોંગ્રેસે મોટો દાવો કર્યો છે.મધ્ય પ્રદેશ કોંગ્રેસ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે,કાઠીયા 28 માંથી 28 કોંગ્રેસ જીતી રહી છે અને કમલનાથ ફરી એક વખત મુખ્યમંત્રી બનશે. મધ્ય પ્રદેશ કોંગ્રેસે ટ્વિટ કરીને લખ્યું કે હાલના સર્વે ભાજપ ની ઊંઘ હરામ કરી દીધી છે.

એક પણ સીટ પર જીતની ભાજપને સંભાવના નથી. લોકતંત્ર જીતી રહ્યું છે અને નોટતંત્ર હારી રહ્યું છે.જ્યારે બીજા ટ્વિટમાં લખ્યું કે સર્વે ભાજપની ઊંઘ ઉડાડી દીધી છે અને કમલનાથ નું મુખ્યમંત્રી બનવાનું નક્કી છે.આ પહેલા પણ કોંગ્રેસે ઘણી વખત દાવા કરી ચૂકી છે.

અનેહાલમાં ચૂંટણીપંચ દ્વારા ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી તે દરમિયાન કોંગ્રેસે દાવો કર્યો હતો કે 30 દિવસની અંદર પ્રદેશમાં ફરી કમલનાથ સરકાર બનશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!