હાલમાં બનેલી કોઈ દુઃખદ ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં યમુના નદીમાં ડૂબી જવાના કારણે થયાં મિત્રોના મૃત્યુ થયા છે. મળતી માહિતી અનુસાર 6 મિત્રો માતાજીના મંદિરે દર્શન કરવા માટે ગયા હતા. મંદિરે દર્શન કર્યા બાદ તમામ મિત્રોએ નદીમાં સ્નાન કરવા માટે ગયા હતા. આ દરમિયાન યમુના નદીના ઉંડા પાણીમાં ડૂબી જવાના કારણે બે મિત્રોના કરૂણ મૃત્યુ થયા છે.
મળતી માહિતી અનુસાર આ ઘટનામાં એક મિત્રનું મૃતદેહ મળી આવ્યો છે. જ્યારે એક મિત્રની શોધખોળ ચાલુ છે. આ ઘટનાની જાણ થતાં જ પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. મળતી માહિતી અનુસાર મૃતક યુવકના મિત્રોમાંથી એક મિત્રે જણાવ્યું કે, અમે બધા મિત્રો લગભગ 2.30 વાગ્યાની આસપાસ મંદિરે દર્શન કરવા માટે ગયા હતા.
ત્યારબાદ બધા મિત્રોએ યમુના નદીમાં સ્નાન કરવાની ઇચ્છા બતાવી હતી. પરંતુ હું એમના નદીમાં સ્નાન કરવા માટે તૈયાર ન હતો. ત્યારબાદ અન્ય મિત્રોએ મને કસમ આપીને તેમના નદીમાં સ્નાન કરવા માટે સહમત કર્યો હતો. ત્યારબાદ અમે બધા મિત્રો બીજલપુર ધાટ પર બનેલા પોન્ટૂન બ્રિજ પહોંચ્યા હતા.
મને તરસ લાગી હતી એટલે હું અન્ય બે મિત્રો સાથે પાણી પીવા માટે ગામમાં ગયો હતો. આ દરમિયાન અન્ય ત્રણ મિત્રોએ બ્રિજ પરથી કૂદીને યમુના નદીમાં સ્નાન કરવાનું શરૂ કર્યું હતું. જ્યારે અમે પાણી પીને પાછા આવ્યા ત્યારે બે મિત્રો યમુના નદીમાં ડૂબી રહ્યા હતા.
ત્રીજો મિત્ર બંને મિત્રો ને બચાવવા માટે બૂમાબૂમ કરી રહ્યો હતો. અમે બધા મિત્રો મદદ માટે બૂમો પાડતા રહ્યા પરંતુ કોઈ મદદ કરવા આવ્યું નહીં. થોડીકવાર બાદ આસપાસના લોકો ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. તેઓએ આ ઘટનાની જાણ પોલીસને કરી હતી. ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી.
પોલીસે સ્થાનિક તરવૈયાઓની મદદથી નદીમાં ડૂબી ગયેલા બંને યુવકોની શોધખોળ શરૂ કરી હતી. આ દરમિયાન એક યુવકનું મૃતદેહ નદીમાંથી મળી આવ્યું હતું. જ્યારે અન્ય એક યુવકની શોધખોળ ચાલુ છે. આ ઘટના બનતા જ મૃતકના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!