કારચાલકે દર્શન કરીને ઘરે જઈ રહેલી બે બહેનોને જબરદસ્ત ટક્કર લગાવી, બંને બહેનોના મૃત્યુ – એક સાથે બે બહેનોની અર્થી ઉઠતા આખું ગામ હિબકે ચડ્યું…

Published on: 11:03 am, Mon, 6 June 22

ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં આ અકસ્માતની ઘટનાઓ ખુબ જ વધી ગઈ છે. ત્યારે રવિવારના રોજ સવારે બનેલી ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં બે બહેનોએ પોતાના જીવ ગુમાવ્યા છે. મળતી માહિતી અનુસાર એક કારચાલકે એક્ટીવા પર સવાર બે બહેનોને જબરદસ્ત પણ લગાવી હતી.

આ ઘટનામાં બંને બહેનોને ગંભીર ઈજા પહોંચી હતી. આ કારણોસર બંને બહેનોના કરૂણ મૃત્યુ નિપજ્યા હતા. બેકાબૂ કાર ચાલકે એક બાઈક ચાલકને પણ લગાવી હતી. અકસ્માતની ઘટના બન્યા બાદ કારચાલક ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો.

આ અકસ્માતની ઘટના જયપુરના રાજપાર્કમાં બની હતી. મળતી માહિતી અનુસાર અકસ્માતની ઘટનામાં 36 વર્ષીય પ્રીતિ જૈન અને 32 વર્ષીય તૃપ્તિ જૈનનું નામની બે બહેનોનું મૃત્યુ થયું હતું. બંને બહેનો અજમેરની રહેવાસી હતી. બંને પહેલો રવિવારના રોજ જૈન મંદિરે દર્શન કરવા આવી હતી.

દર્શન કરીને જ્યારે તેઓ ઘરે પરત ફરી રહી હતી, ત્યારે રસ્તામાં તેમની એકટીવાને એક બેકાબૂ કાર ચાલકે જબરદસ્ત ટક્કર લગાવી હતી. આ ઘટનામાં તૃપ્તિનો ઘટનાસ્થળે કરુણ મૃત્યુ થયું હતું. જ્યારે ઇજાગ્રસ્ત થયેલી પ્રીતિને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.

ત્યાં હોસ્પિટલમાં તેનું પણ મૃત્યુ થયું હતું. અકસ્માતની ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી. સમગ્ર ઘટનાને લઈને પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત પોલીસે આરોપી કારચાલક ઉદિત શર્મા સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર ઉદિત શર્મામાં ઘરે થી ચા પીવા માટે નીકળ્યો હતો. આ દરમિયાન તેને એક્ટીવા પર સવાર બે બહેનોને ટક્કર લગાવી હતી. એક સાથે બંને બહેનોના મૃત્યુ થતાં પરિવારમાં માતમ છવાઇ ગયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "કારચાલકે દર્શન કરીને ઘરે જઈ રહેલી બે બહેનોને જબરદસ્ત ટક્કર લગાવી, બંને બહેનોના મૃત્યુ – એક સાથે બે બહેનોની અર્થી ઉઠતા આખું ગામ હિબકે ચડ્યું…"

Leave a comment

Your email address will not be published.


*