પિતાના મૃત્યુ બાદ અર્થીને કાંધ આપવા માટે દીકરો વિદેશમાંથી આવી શકે તેમ ન હતું, ત્યારે દીકરીએ પિતાની અર્થીને કાંધ આપીને પિતાના અંતિમ સંસ્કાર કર્યા….

Published on: 5:33 pm, Wed, 22 June 22

આપણે સૌ જાણીએ છીએ કે જે લોકોનો જન્મ થાય છે. તેમનું મૃત્યુ નિશ્ચિત હોય છે અને આજના જમાનામાં તો દીકરીઓ પણ દીકરાની જેમ ખભો મિલાવીને ચાલી રહી છે. એવામાં આજે દીકરીઓ પણ દીકરા બનીને પરિવારની તેમની બધી જ જવાબદારીઓ અદા કરતી હોય છે. એવામાં આજે આપણી સમક્ષ એવો એક કિસ્સો આવ્યો છે જેમાં એક પિતાના મૃત્યુ બાદ તેમની દીકરી હોય પિતાના અર્થીને કાંધ આપી.

વિસ્તૃતમાં જણાવીશ તો ધોરાજીમાં રહેતા એક ખેડૂત જયંતીભાઈ બાબરીયા કે તેમનો એકનો એક દીકરો કે જેને મહિના પહેલા જ દિકરાને પરણાવીને ઓસ્ટ્રેલિયા મોકલ્યો હતો. થોડા દિવસ પહેલા જ આ ખેડૂત જયંતીભાઈ બાબરીયાનો મૃત્યુ થઈ જતા તેમનો દીકરો ઓસ્ટ્રેલિયાથી આવી શકે તેમ ન હતો.

તેવામાં દીકરીઓએ તેમના પિતાની અર્થીને કાંધ આપીને સાથે અંતિમ સંસ્કાર કરીને પિતૃઋણ પણ અદા કરી હતી. ત્યારે એ દીકરાને તો ખબર પણ નહીં હોય કે તેના પિતાની આ અંતિમ મુલાકાત હશે. એવા પિતાના મૃત્યુ બાદ એ દીકરો વિદેશથી આવી શકે તેમ ન હતો. જે તેમની દીકરીઓ પરિવારના દીકરા બનીને ફરજ નીભાવે ત્યારે સૌ કોઈ લોકો આ અંતિમયાત્રામાં ભાવ થઈ ગયા હતા.

જયંતીભાઈના અંતિમ સંસ્કારમાં લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા અને તેમની દીકરીઓએ પોતાના પિતાની અર્થીને કાંધ આપી, ત્યારે સૌ કોઈ લોકો આશ્ચર્ય થઇ ગયા હતા અને અંતિમ સંસ્કારમાં જોડાયેલા બધા જ લોકોની આંખમાં આંસુ પણ આવી ગયા હતા. આ દીકરી જ જસ્મિતાબેન ને દીકરાની ફરજ નિભાવી ને પિતાના મૃતદેહને અગ્નિદાહ આપીને અંતિમ સંસ્કાર કર્યા હતા.

આ કિસ્સો ધોરાજી માંથી સામે આવ્યા છે જેમાં આજે વાત કરીએ તો દીકરીઓ પણ દીકરાની જેમ ખભા સાથે ખભો મિલાવીને ચાલી રહી છે જે આ કિસ્સાથી સાબિત થાય છે. એ ધોરાજીમાં રહેતા ખેડૂત જયંતીભાઈ બાબરીયા નું મૃત્યુ થઈ જતા તેમની બંને આંખોનું દાન પણ કરવામાં આવ્યું છે. જેનાથી બીજા જરૂરિયાતમંદ વ્યક્તિઓને નવું જીવન મળે.

વાત કરીએ તો થોડા મહિના પહેલા જેન્તીભાઈ તેમના દીકરા અમિતભાઈના લગ્ન ખૂબ જ ધામધૂમથી કરાવ્યા હતા અને પોતાના દીકરાને ભારત-ઓસ્ટ્રેલિયા મોકલી આપ્યો હતો એવામાં એક દીકરાને ખબર પણ નહીં હોય કે તેમના પિતાની સાથેની છેલ્લી મુલાકાત હશે. તેથી પોતાના પિતાના અંતિમ સંસ્કારમાં પણ જોડાઈ શક્યો નહિ. તેથી એ બધી જ ફરજ એક દીકરી જ જસ્મિતાબેને ઉઠાવી અને પોતાના પિતાના મૃતદેહને અર્થીને કાંધ આપી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "પિતાના મૃત્યુ બાદ અર્થીને કાંધ આપવા માટે દીકરો વિદેશમાંથી આવી શકે તેમ ન હતું, ત્યારે દીકરીએ પિતાની અર્થીને કાંધ આપીને પિતાના અંતિમ સંસ્કાર કર્યા…."

Leave a comment

Your email address will not be published.


*