દેશમાં કોરોનાની મહામારી વચ્ચે દેશની જનતાને મોંઘવારીની મહામારી પણ ભોગવવી પડે છે. ત્યારે દેશમાં દિવસેને દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થઈ રહ્યો હતો ત્યારે હવે CNGના ભાવમાં પણ વધારો થઇ રહ્યો છે. પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારાને બાદ હવે CNGમાં રૂપિયા 2.56 રૂપિયાનો વધારો થયો છે.
CNGનો જુનો ભાવ 56.30 રૂપિયા હતો તેમાં ભાવ વધારા સાથે CNGનો નવો ભાવ 58.86 રૂપિયા નોંધાયો છે. આ ઉપરાંત પેટ્રોલ ડિઝલના ભાવની વાત કરીએ તો સતત ત્રણ દિવસથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થઈ રહ્યો છે.
આજે પેટ્રોલ ડિઝલના ભાવની વાત કરીએ તો આજ રોજ પેટ્રોલમાં પ્રતિ લિટર 24 પૈસાનો વધારો થયો અને ડીઝલમાં પ્રતિલીટર 33 પૈસાનો વધારો થયો છે.
દેશના મોટાભાગના રાજ્યોમાં પેટ્રોલનો ભાવ 100 રૂપિયાને પાર પહોંચી ગયો છે. કેન્દ્ર સરકાર દ્વારા કુદરતી ગેસના ભાવમાં 62 ટકાનો વધારો કરાયો છે.
દેશની રાજધાની દિલ્હીમાં CNGના ભાવમાં 2.28 પૈસાનો વધારો થયો આ ઉપરાંત નોઇડામાં 2.55 પૈસાનો વધારો થયો છે. દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ ની સાથે CNG અને PNGના ભાવમાં પણ વધારો થઇ રહ્યો છે તેના કારણે દેશની જનતા ચિંતામાં મૂકાઈ છે.
મળતી માહિતી અનુસાર દિલ્હીમાં પ્રતિયુનિટ 2.10 રૂપિયા PNG મોંઘું કરવામાં આવ્યું છે. આ ઉપરાંત આજથી ગુરુ ગામમાં PNGના ભાવમાં 31.20 રૂપિયા પ્રતિ યુનિટ કરી દેવામાં આવ્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment