સામાન્ય જનતાએ લીધો રાહતનો શ્વાસ, પેટ્રોલ-ડીઝલના ભાવને લઇને મહત્વના સમાચાર

93

સામાન્ય જનતા માટે રાહત ના સમાચાર એ છે કે છેલ્લા 22 દિવસથી પેટ્રોલના ભાવ સ્થિર રહ્યા છે. ડીઝલના ભાવમાં વધારો થયો છે કે ન તો ઘટાડો થયો છે. ભારતમાં હાલમાં મોંઘવારીએ માજા મૂકી છે. જોકે રાહત ની વાત એ છે કે સતત વધતા જતા પેટ્રોલ ડીઝલના ભાવ છેલ્લા 22 દિવસથી કંટ્રોલ માં આવ્યા છે.

સરકારી કંપનીઓએ મોંઘા પેટ્રોલ-ડીઝલ થી સતત 22 માં દિવસે સામાન્ય લોકોને રાહત આપી છે. આજે પણ દેશભરમાં પેટ્રોલ ડીઝલના ભાવ સ્થિર છે. એટલે કે બંને ઇંધણ ના ભાવ માં કોઈપણ પ્રકારનો ફેરફાર થયો નથી. રાજધાની દિલ્હીમાં પેટ્રોલની કિંમત 101.84 રૂપિયા અને ડીઝલની કિંમત 89.87 રૂપિયા પ્રતિ લીટર છે.

મુંબઈમાં પેટ્રોલ 107.83 રૂપિયા અને ડીઝલ 97.45 રૂપિયા પ્રતિ લિટર છે. આપને જણાવી દઇએ કે છેલ્લા ઘણા સમયથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઇ પ્રકારનો ફેરફાર થયો નથી. ગુજરાતના અમદાવાદમાં એક લીટર ડીઝલ 96.58 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જ્યારે પેટ્રોલ ની કિંમત 98.41 રૂપિયા પ્રતિ લીટર છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં આ અઠવાડિયે ફૂડ તેલના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે.મે મહિનાથી સતત વધી રહેલા પેટ્રોલના ભાવમાં 22 દિવસ સુધી વધારો જોવા મળ્યો નથી. બીજી તરફ અગાઉ સતત 42 દિવસ ના ભાવ વધારાના તબક્કામાં કિંમતમાં વધારાની વાત કરીએ તો પેટ્રોલમાં લગભગ 11.52 રૂપિયા પ્રતિ લીટર જ્યારે ડીઝલ 9.08 રૂપિયા પ્રતિ લીટર મોંઘું થયું છે.

ઇંધણના ભાવ 18 જુલાઈ થી સ્થિર છે. પેટ્રોલ-ડીઝલના ભાવમાં છેલ્લો ફેરફાર 17 જુલાઈએ જોવા મળ્યો હતો.17 જુલાઇના રોજ પેટ્રોલ 30 પૈસા પ્રતિ લીટર મોંઘું થયું હતું,જ્યારે ડીઝલના ભાવ સ્થિર હતા. આ બાદ સરકારી કંપનીઓએ ભાવ વધારો ઝીંક્યો નથી જોકે હવે દેશવાસીઓ ભાવમાં ઘટાડાની આશા રાખી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!