મોંઘવારીની સામે કોંગ્રેસનું ફરી એક વખત વિરોધ પ્રદર્શન, સાયકલરેલી સાથે…

Published on: 9:02 pm, Thu, 15 July 21

દેશમાં દિવસેને દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થઈ રહ્યો છે આ ઉપરાંત અન્ય જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવ આસમાને સપાટીએ પહોંચ્યા છે. દેશની જનતાને કોરોનાની મહામારી સાથે મોંઘવારીની મહામારી પણ ભોગવવી પડે છે. ત્યારે ભરૂચ શહેરમાં આજે જિલ્લા કોંગ્રેસના આગેવાનોએ સાયકલ રેલી કાઢીને મોંઘવારીનો વિરોધ કર્યો હતો.

કોંગ્રેસના આગેવાનો સાઇકલ રેલી દ્વારા રેલવે સ્ટેશનથી કલેકટર કચેરીએ પહોંચ્યા હતા. સાયકલ રેલી દરમિયાન પોલીસ દ્વારા કોંગ્રેસના આગેવાનોની અટકાયત પણ કરવામાં આવી હતી. ટીંગાટોળી ના દ્રશ્યો વચ્ચે પોલીસ દ્વારા આગેવાનોની અટકાયત કરી હતી.

આ ઉપરાંત દેશમાં દૂધનો ભાવ પણ દિવસે ને દિવસે વધી રહ્યો છે તે માટે આ તમામ મોંઘવારીનો વિરોધ કરવા માટે કોંગ્રેસ દ્વારા સાયકલ યાત્રા કાઢવામાં આવી હતી.

ઉપરાંત સાયકલ રેલી માં કોંગ્રેસના આગેવાનો સાયકલ ઉપર વિવિધ પ્લેકાર્ડ લગાવ્યા હતા. આ ઉપરાંત ભાજપનો વિરોધ પણ કર્યો હતો. તેમજ થોડાક દિવસો પહેલા કોંગ્રેસના નેતા અમિત ચાવડા દ્વારા પણ પેટ્રોલ-ડીઝલના ભાવ નો વિરોધ કરવામાં આવ્યો.

ત્યારબાદ પરેશ ધાનાણીએ પણ મોંઘવારીનો વિરોધ કર્યો હતો આ રીતે કોંગ્રેસ દ્વારા સતત મોંઘવારીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. હાલમાં દેશમાં મોટાભાગના રાજ્યોમાં પેટ્રોલની કિંમત 100 રૂપિયાને પાર પહોંચી ગઈ છે અને ડીઝલની કિંમત 100 રૂપિયાની આસપાસ છે. તેમજ ખાદ્યતેલ અને રાંધણગેસમાં પણ દિવસેને દિવસે વધારો થતો જાય છે.

ઉપરાંત સાયકલ રેલીમાં કોંગ્રેસના આગેવાનો દ્વારા રસ્તા પર સાયકલ મૂકીને ટ્રાફિક જામ કરવાના પ્રયાસ કર્યા હતા. કોંગ્રેસની મોંઘવારીના વિરોધમાં નીકળેલી સાયકલયાત્રા ભરૂચ કલેકટર કચેરી ખાતે પહોંચતા દોડાદોડી વધી ગઈ હતી.

ઉપરાંત કોંગ્રેસના આગેવાનો દ્વારા સાયકલ ખાતે કલેકટર કચેરીમાં પ્રવેશ આપવાના પ્રયત્નો કર્યા હતા અને ત્યાં પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી હતી. પોલીસ દ્વારા સાયકલ પર બેસેલા કોંગ્રેસના કાર્યકરોને ટીંગાટોળી કરીને PCRમાં બેસાડવામાં આવ્યા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!.