રેલીઓ સભાઓ કર્યા બાદ ભાજપના આ ઉમેદવાર થયા કોરોના ગ્રસ્ત.

118

મોરવાહડફ ની પેટા ચૂંટણી બાદ ભાજપના ઉમેદવાર કોરોના ગ્રસ્ત થયા છે. મોરવાહડફ ના ભાજપના ઉમેદવાર નિમિષાબેન સુથાર કોરોના સંક્રમિત થયા છે. કોરોના સંક્રમિત થતા હોમ આઇસોલેટ થયા છે. તેઓએ અનેક સભાઓ અને પ્રચારમાં જોડાયા બાદ હવે રિપોર્ટ બનાવ્યો હતો.

જેના પગલે તેઓ સુપર સ્પ્રેડર બન્યા હોવાની વાત ચર્ચાઈ રહી છે. નિમિષાબેનના અનેક સંપર્કમાં નેતાઓ અને કાર્યકર્તા હતા. પંચમહાલ જિલ્લાની મોરવા હડફ વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણીનું 17 એપ્રિલના દિવસે મતદાન થયું છે.

મોરવા હડફ ની બેઠક પર 3 ઉમેદવાર મેદાનમાં છે. જેમાં ભાજપ ના નિમિષાબેન સુથાર, કોંગ્રેસ ના સુરેશ કટારા અને અપક્ષ ઉમેદવાર સુશીલાબેન પોતાનું નસીબ અજમાવી રહ્યા છે.

મોરવા હડફ વિધાનસભા પર ફૂલ 2 લાખ 19 હજાર 185 મતદારો છે.મતદાન માટે ફૂલ 124 જેટલા માઈક્રો ઓબઝર્વર નિમણૂક કરાઇ છે.60 જેટલા મતદાન મથકો પર લાઈવ વેબકાસ્ટિંગ થશે.

વેક્સીનેશન કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 88,80,954 લોકોને વેક્સિન નો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 14,07,058 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યા છે.

ગઈકાલે 60 વર્ષથી વધુ વયના તેમજ 45 થી 60 વર્ષના ફૂલ 65,901 વ્યક્તિઓનું પ્રથમ ડોઝ અને 43966 વ્યક્તિઓનું બીજા ડોઝ નું રસીકરણ કરાયું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!