72 દિવસ બાદ જેલમાંથી બહાર આવતાં જ દેવાયત ખવડે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ મૂકીને એવું લખ્યું કે, જાણો વિગતવાર…

Published on: 3:52 pm, Thu, 2 March 23

મિત્રો તમે બધા છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં રહેલા લોકસાહિત્યકાર દેવાયત ખવડને તો જરૂર ઓળખતા હશો. દેવાયત ખવડે આજથી ઘણા સમય પહેલા પોતાના બે સાથીદારો સાથે મળીને જાહેરમાં મયુર સિંહ રાણા નામના વ્યક્તિ ઉપર જીવલેણ પ્રહાર કર્યા હતા. ત્યારબાદ દેવાયત ખવડ પોતાના બે સાથીદારો સાથે દસ દિવસ સુધી ફરાર રહ્યા હતા.

પછી સામેથી આવીને પોલીસ સ્ટેશનમાં સરેન્ડર કર્યું હતું. સમગ્ર મામલો કોર્ટમાં પહોંચ્યો ત્યારે કોટે દેવાયત ખવડને જેલને હવાલે કરી દીધા હતા. જેલમાં મોકલ્યા બાદ દેવાયત ખવડે સતત જામીન માટે કોર્ટમાં અરજી કરી હતી. પરંતુ કોર્ટ દેવાયત ખવડની તમામ જામીનો ફગાવી દેતી હતી.

ત્યારે થોડા દિવસ પહેલા કોર્ટ એક શરત પર દેવાયત ખવડને જામીન આપી છે. 72 દિવસ બાદ દેવાયત ખવડને કોર્ટ આગામી 6 મહિના સુધી રાજકોટમાં ન પ્રવેશવાની શરતે જામીનની અરજી આપી હતી. દેવાયત ખવડ જેલમાંથી બહાર આવ્યા બાદ સૌપ્રથમ માતાજીના ચરણોમાં માથું નમાવવા માટે ગયા હતા.

ત્યારબાદ દેવાયત ખવડ મીડિયાને નિવેદન પણ આપ્યું હતું. દેવાયત ખવડ માતાજી, પોતાના ચાહક મિત્રો અને મીડિયા મિત્રોનો આભાર માન્યો હતો. આ દરમિયાન દેવાયત ખવડે મીડિયાને નિવેદન આપ્યું હતું કે સમય આવશે ત્યારે બધા ખુલાસાઓ કરીશું. આ ઉપરાંત જેલમાંથી બહાર આવ્યા બાદ દેવાયત ખવડે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી હતી.

જેમાં તેમને લખ્યું હતું કે, સર્વ વડીલો, સ્નેહજનો અને ચાહક મિત્રોને મારા માટે સમય ફાળવ્યો અને સતત ખબર અંતર લેતા રહ્યા અને પ્રાર્થનાઓ કરી એ બદલ સર્વોનો અંત:કરણપૂર્વક ખૂબ ખૂબ આભાર માતાજી સર્વને સુખી અને શાંતિ આપે એવી પ્રાર્થના.

આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે. કોમેન્ટ બોક્સમાં તેમના ચાહકો તેમને જેલમાંથી બહાર આવવાના અભિનંદન આપી રહ્યા છે. હવે આગામી દિવસોમાં જોવાનું રહ્યું કે દેવાયત ખવડ સ્ટેજ પર કાર્યક્રમ કરતા જોવા મળે છે કે નહીં?

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "72 દિવસ બાદ જેલમાંથી બહાર આવતાં જ દેવાયત ખવડે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ મૂકીને એવું લખ્યું કે, જાણો વિગતવાર…"

Leave a comment

Your email address will not be published.


*