લગ્નના 8 મહિના બાદ પતિ-પત્ની એક સાથે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવવી લીધું – જાણો સમગ્ર ઘટના…

Published on: 10:24 am, Fri, 29 July 22

મિત્રો આજકાલ જીવ ટુંકાવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે ગુરુવારના રોજ એક પતિ પત્નીએ હવે ગમ્યા કારણોસર ગળાફાંસો ખાઈ લીધો હતો. આ ઘટના બનતા જ મૃતકોના પરિવારજનોમાં માતમ છવાઈ ગયો હતો. ઘટનાની જાણ થતા ગામના લોકો ઘટના સ્થળે મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા.

ત્યારબાદ આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. ઘટનાની માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. ઘટના સ્થળે પહોંચ્યા બાદ પોલીસે યોગ્ય કાર્યવાહી કર્યા બાદ બંનેના મૃત દેને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મૃતદેહને પરિવારજનોને સોંપ્યા હતા.

પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. આ ઘટના ગુરૂવારના રોજ ખરગોનના ઉન પોલીસ સ્ટેશન વિસ્તારના તાલકપુરા ગામમાં બની હતી. સમગ્ર ઘટનાને લઈને પોલીસે જણાવ્યું કે, તાલકપુરાના રહેવાસી 23 વર્ષે અભિષેક અને 20 વર્ષે અંજલીના આઠ મહિના પહેલા લગ્ન થયા હતા. બંને ઈન્દોરમાં મજૂરી કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા.

અભિષેક અને અંજલિ થોડાક દિવસો પહેલા જ ગામમાં આવ્યા હતા. ગુરૂવારના રોજ અંજલીએ અને અભિષેકે એક સાથે ઘરમાં પંખા પર લટકીને ગળાફાંસો ખાઈ લીધો હતો. મળતી માહિતી અનુસાર જ્યારે અભિષેક અને અંજલિએ આ પગલું ભર્યું ત્યારે બીમાર પિતા ઘરમાં સુતા હતા. આ ઘટના બનતા જ તેમના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.

ઘટનાની માહિતી મળતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે સમગ્ર ઘટનાને લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત પોલીસને ઘટના સ્થળેથી કોઈ સુસાઇડ નોટ મળી નથી. અંજલી અને અભિષેકે આ પગલું કયા કારણોસર ભર્યું તેની પણ હજુ કોઈ માહિતી સામે આવી નથી. હાલમાં આ મામલે પોલીસ તપાસ કરી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "લગ્નના 8 મહિના બાદ પતિ-પત્ની એક સાથે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવવી લીધું – જાણો સમગ્ર ઘટના…"

Leave a comment

Your email address will not be published.


*