ધોરણ-9માં અભ્યાસ કરતા 14 વર્ષના બાળકે લીમડાના ઝાડ પર ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું – એવું તો શું થયું કે બાળકે આ પગલું ભર્યું…

Published on: 10:56 am, Fri, 29 July 22

આજે આપણે એક એવી ઘટનાની વાત કરવાના છીએ જે જાણીને તમે પણ ચોકી ઉડશો. જેમાં એક 9માં ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓ પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. આરોપ છે કે, નવમા ધોરણમાં ભણતો વિદ્યાર્થી પડોશીના દીકરા સાથે રમી રહ્યો હતો. આ દરમિયાન બંને વચ્ચે ઝઘડો થયો હતો.

ત્યારે પડોશીએ 14 વર્ષના બાળકની ધુલાઈ કરી હતી. આ કારણોસર 14 વર્ષના બાળકે લીમડાના ઝાડ પર ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. આ ઘટના બાડમેરના સદર વિસ્તારમાં બની હતી. પોલીસના જણાવ્યા અનુસાર, ગુરૂવારના રોજ તેમને જાણ થઈ હતી કે વિષ્ણુ કોલોનીની વિશ્નોઇ હોટલની પાછળ એક લીમડાના ઝાડ પર એક બાળકનું મૃતદેહ લટકતી હાલતમાં મળ્યું છે.

આ મૃતદેહ મુકેશ નામના બાળકનું છે. ઘટનાની જાણ થતા પરિવારના લોકો ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. ત્યારબાદ તેઓએ પોતાના દીકરાના મૃતદેહને ઝાડ પરથી નીચે ઉતાર્યું હતું. સમગ્ર ઘટનાને લઈને પરિવારના સભ્યોનું કહેવું છે કે, બુધવારના રોજ પડોશી નરપતસિંહ, તેની પત્ની જ્યોતિ અને તેમનો 16 વર્ષના દીકરા દ્વારા મુકેશ પર પ્રહાર કરવામાં આવ્યા હતા.

આ કારણસર મુકેશ ઈજાગ્રસ્ત પણ થયો હતો. મૃત્યુ પામેલા મુકેશના પિતા ભગવાન રામ ઓટો ચલાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. ગુરૂવારના રોજ તેઓ પોતાની રીક્ષા લઈને કામ પર ચાલ્યા ગયા હતા. મુકેશ ની માતા પશુઓ માટે ચારો લેવા માટે ગઈ હતી.

ત્યારે ઘરે માત્ર મોટી બહેન અને મુકેશ જ હતા. મુકેશ નો મોટો ભાઈ શાળાએ ગયો હતો. 12:00 વાગ્યાની આસપાસ મુકેશને શાળાએ જવાનો સમય હતો, પરંતુ તે પહેલા તેને ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહે છે.

મુકેશના મૃત્યુના કારણે તેના પરિવારમાં માતમ છવાઈ ગયું હતું. મુકેશના પરિવારજનોનો આરોપ છે કે, પડોશીઓના ત્રાસના કારણે મૂકેશે પોતાનું જીવન ટૂંકાવ્યું છે. મુકેશના મૃત્યુના કારણે તેના પરિવાર અને ગામના લોકોમાં માતમ છવાઈ ગયું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ધોરણ-9માં અભ્યાસ કરતા 14 વર્ષના બાળકે લીમડાના ઝાડ પર ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું – એવું તો શું થયું કે બાળકે આ પગલું ભર્યું…"

Leave a comment

Your email address will not be published.


*