પેટા ચૂંટણી ના પ્રચાર સમયે કોંગ્રેસના આ દિગ્ગજ નેતાએ પ્રજા જોગ સંબોધન આપતા કહ્યું કે…

161

અબડાસાના પૂર્વ ધારાસભ્ય શક્તિસિંહ ગોહિલે વીડિયો દ્વારા સંદેશ જાહેર કર્યો છે.શક્તિસિંહ અબડાસા વિધાનસભા ની પ્રજાને સંબોધતા પ્રજા સાથે દગો કરનાર ને ક્યારેય માફ ન કરવા વિનંતી કરવામાં આવી છે. શક્તિસિંહ ગોહિલે કહ્યું કે મારી રાજકીય પ્રગતિ માટે અબડાસાની જનતાનો ખૂબ જ આભારી છું અને બિહારમાં ચૂંટણી ઇન્ચાર્જ હોવાથી અબડાસામાં આવી શક્યો નથી. ઉલ્લેખનીય છે કે.

અબડાસા બેઠક ની પેટા ચૂંટણી 3 નવેમ્બરના રોજ યોજાવાની છે ત્યારે રાજ્ય સભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે અબડાસાની લોકોને વિડિયો દ્વારા વિનંતી કરી છે.ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીમાં અબડાસા બેઠક પર ભાજપ અને કોંગ્રેસ સહિત કુલ 10 ઉમેદવારો વચ્ચે ચૂંટણી નો જામ્યો છે.અબડાસા બેઠક પર.

ભાજપના ઉમેદવાર તરીકે પ્રદ્યુમનસિંહ જાડેજા છે.ત્યારેકોંગ્રેસના ઉમેદવાર તરીકે શાંતિલાલ સેંઘાણી છે. અબડાસા બેઠક પર સમાજવાદી પાર્ટીના ઉમેદવાર તરીકે હનીફ જકાબ છે.

કચ્છમાંકોઠારા પોલીસે અબડાસા બેઠકની પેટા ચૂંટણીના અનુસંધાને ફ્લેગમાર્ચ કર્યો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!