ઓલપાડ-સાયણ રોડ પર બર્થ ડે ના દિવસે ખરીદેલી નવી બાઇક લઇને નીકળેલા બે મિત્રોનું અકસ્માત, બંને મિત્રના મૃત્યુ…

Published on: 9:59 am, Tue, 26 October 21

ગુજરાતમાં અકસ્માતની ઘટના દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે ઓલપાડ સાયણ રોડ પરની અકસ્માતની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર સાયણ ગામે નહેરકોલોની ખાતે રહેતા યુવક પોતાની નવી ખરીદી સ્પોર્ટ બાઇક લઇને મિત્ર સાથે ઓલપાડ તરફથી આવી રહ્યો હતો.

ત્યારે રોડ પર એકટીવા મોપેડને ઓવરટેક કરતી વખતે અકસ્માત થયું હતું. અકસ્માતમાં બાઇકચાલક યુવાનનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું અને મિત્ર નું મૃત્યુ સારવાર દરમિયાન થયું હતું.

મળતી માહિતી અનુસાર ઓલપાડ તાલુકાના સાયણ ગામે રોડ પર આવેલી નહેર કોલોની ખાતે રહેતા 21 વર્ષીય રાકેશ વિનોદભાઈ વસાવાએ 13 ઓક્ટોબરના રોજ તેના જન્મ દિવસના દિવસે યામાહા કંપનીની R 15 સ્પોર્ટ બાઇક લીધી હતી.

ત્યારે 24 ઓકટોબરના રોજ બપોરના ત્રણ વાગ્યાની આસપાસ રાકેશ તેના મિત્ર કાર્તિક સાથે પોતાની બાઇક લઇને ઓલપાડ સાયણ તરફ આવી રહ્યો હતો. ત્યારે સોસક કોટન મંડળી આગળના રોડ પાસેથી પસાર થઇ રહ્યા હતા. ત્યારે તેમની આગળ જતી GJ 05 FN 8511 એકટીવા મોપેડ બાઈકની કરતી વખતે એકટીવા સાથે તેમની બાઈકનો અકસ્માત થયું હતું.

અકસ્માતમાં બાઈકચાલક રાકેશ વસાવા નો રોડ પર જ મૃત્યુ થઈ ગયું હતું. જ્યારે તેના મિત્રને ગંભીર ઈજા પહોંચી હતી અને તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો સારવાર દરમિયાન તેના મિત્ર કાર્તિક નું મૃત્યુ થયું હતું.

મળતી માહિતી અનુસાર રાકેશ ના લગ્ન થઈ ગયો હતો અને તેના ઘરે 18 દિવસ પહેલાં જ એક બાળકનો જન્મ થયો હતો. અકસ્માતમાં રાકેશ નું મૃત્યુ થવાના કારણે માત્ર 18 દિવસના બાળકને પોતાના પિતાની છત્રછાયા ગુમાવી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!