રાજકોટમાં એક સ્કોર્પિયો કાર અને બાઈક વચ્ચે ટક્કર થતાં સર્જાયો અકસ્માત, 2 લોકોના મૃત્યુ, 1 વ્યક્તિ ઈજાગ્રસ્ત…

Published on: 6:08 pm, Thu, 30 September 21

રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે અત્યાર સુધીમાં અકસ્માતમાં ઘણા નિર્દોષ એ પોતાના જીવ ગુમાવ્યા હશે. ત્યારે આજરોજ રાજકોટના ગોંડલની એક અકસ્માતની ઘટના સામે આવી છે. અકસ્માતમાં બે યુવાનોના કરૂણ મૃત્યુ થયા છે અને એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે.

મળતી માહિતી અનુસાર રાજકોટ જિલ્લાના ગોંડલ અલીગઢ રોડ પર આવેલા ગોળાઈ પાસે એક બાઇક અને સ્કોર્પિયો કાર વચ્ચે ટક્કર થતા અકસ્માત સર્જાયો છે. અકસ્માત દરમિયાન બે યુવાનોના ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયા હતા.

જ્યારે એક યુવાન અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો તેની સારવાર માટે તાત્કાલિક ગોંડલની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. મળતી માહિતી અનુસાર આજરોજ બપોરના સમયે યુવાનો પોતાની બાઇક પર જઇ રહ્યા હતા.

ત્યારે સામેથી આવી રહેલી એક એક સ્કોર્પિયો કાર ફૂલ સ્પીડમાં બાઇકને અડફેટેમાં લીધી હતી. બાઈક પર સવાર યુવાનો ફંગોળાઇને રોડ પર પડ્યા હતા. અકસ્માત એટલું જબરદસ્ત થયું કે બાઈક પર સવાર બે યુવકોનાં ઘટનાસ્થળે જ મૃત્યુ થઈ ગયા અને એક યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો.

ઘટના બનતા જ આસપાસના સ્થાનિક લોકો ઘટના સ્થળે ભેગા થઇ ગયા હતા. અને આ ઘટનાને લઇને પોલીસને જાણ કરી પોલીસને ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "રાજકોટમાં એક સ્કોર્પિયો કાર અને બાઈક વચ્ચે ટક્કર થતાં સર્જાયો અકસ્માત, 2 લોકોના મૃત્યુ, 1 વ્યક્તિ ઈજાગ્રસ્ત…"

Leave a comment

Your email address will not be published.


*