’આપ’ રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજી 2 સપ્ટેમ્બરના રોજ દ્વારકા પધારશે: ઈસુદાન ગઢવી

Published on: 7:00 pm, Thu, 1 September 22

આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટરી ઈશુદાન ગઢવીએ એક વિડીયોના માધ્યમથી મહત્વપૂર્ણ જાણકારી આપતા જણાવ્યું કે, આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજી આવતીકાલે એટલે કે બે સપ્ટેમ્બરના રોજ દ્વારકામાં પધારી રહ્યા છે. ઈશુદાન ગઢવી એ જણાવ્યું કે અરવિંદ કેજરીવાલજી દ્વારકામાં ભગવાન શ્રીકૃષ્ણના દર્શન કરશે. ત્યારબાદ અરવિંદ કેજરીવાલજી દ્વારકામાં એક જંગી સભાને સંબોધશે. ઈશુદાન ગઢવી એ જણાવ્યું કે અરવિંદ કેજરીવાલજી ભગવાન શ્રીકૃષ્ણ અને ભગવાન શ્રી બલરામની ધરતી પરથી ગુજરાતની જનતા માટે એક મોટી ગેરંટીની જાહેરાત કરશે.

વધુમાં ઈશુદાન ગઢવીએ જણાવ્યું કે, અરવિંદ કેજરીવાલજી બપોરના સમયે જનસભા અને સંબોધશે. ત્યારબાદ અરવિંદ કેજરીવાલજી દ્વારકાના ભગવાન શ્રીકૃષ્ણના મંદિર પર ધ્વજારોહણ કરશે. ત્યારબાદ અરવિંદ કેજરીવાલજી વાયા પોરબંદર એરપોર્ટ થઈને રાજકોટ પહોંચશે. વધુમાં ઈશુદાન ગઢવી એ જણાવ્યું કે બીજા દિવસે એટલે કે 3 સપ્ટેમ્બર ના રોજ અરવિંદ કેજરીવાલજી સુરેન્દ્રનગરમાં સરપંચ સંમેલનમાં હાજરી આપશે. સરપંચો અને VCE સાથે એક ટાઉનહોલ કાર્યક્રમમાં સંવાદ કરશે અને તેમની વેદનાઓ સાંભળશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "’આપ’ રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજી 2 સપ્ટેમ્બરના રોજ દ્વારકા પધારશે: ઈસુદાન ગઢવી"

Leave a comment

Your email address will not be published.


*