સુરતમાં આમ આદમી પાર્ટીના કાર્યકરોએ ખાડાઓ ભરવાનું અને તૂટેલા રસ્તાઓનું સમારકામ કર્યું,ગોપાલ ઇટાલિયાએ ભાજપ વિશે કહુ એવું કે…

Published on: 5:48 pm, Fri, 15 July 22

છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા વરસાદના કારણે સમગ્ર ગુજરાત રાજ્યના રસ્તાઓની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ છે અને મોટા શહેરોમાં કરોડો રૂપિયાના ખર્ચ કર્યા બાદ રસ્તા બનાવ્યા છે તે પણ આજે ખાડાઓમાં ફેરવાઈ ગયા છે ત્યારે આમ આદમી પાર્ટીનો એવો આક્ષેપ છે કે ભાજપ દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે તેના કારણે આ રસ્તાઓની ખરાબ હાલત છે.

ઘણી જગ્યાએ તો એવી સ્થિતિ સર્જાય છે કે આખા વાહનો ખાડાઓમાં ડૂબી ગયા હતા અને ખાડાઓના સમારકામ માટે ભાજપ દ્વારા હાલમાં કોઈ પણ પ્રકારના ચોક્કસ પગલાં લેવામાં આવ્યા નથી જેના કારણે લોકોને મુશ્કેલીનો મોટો સામનો કરવો પડી રહ્યો છે.આજરોજ આમાની પાર્ટી એ પોતાની જવાબદારી સમજીને સુરતમાં ખાડાઓ પુરવાનું કામ

શરૂ કર્યું હતું અને આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયાએ આગેવાનો અને કાર્યકરો સાથે સુરતના રીંગરોડ વિસ્તારમાં ઉધના દરવાજા પાસે એપલ હોસ્પિટલ નજીક રોડ પરના ખાડાઓનું સમારકામ કર્યું છે.ગોપાલ ઇટાલીયા સુરતના સમારકામ કર્યું આ સાથે અમદાવાદમાં લોકસભાના પૂર્વ પ્રભારી એચડી પટેલ અને અમદાવાદ જિલ્લા

પ્રમુખ જે.જે મેવાડા ની આગેવાની હેઠળ ચાર રસ્તા થી બાપા સીતારામ ચોક અને નિકોલ સુધી ખાડા ભરવાનું કામ કરી રહ્યા હતા ત્યારે આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે.ગોપાલ ઇટાલીયા એ કહ્યું કે આજે જનતાની સેવા માટે રસ્તા પર પરસેવો પાડી રહ્યા છીએ પરંતુ ભાજપના નેતાઓ

હજુ પણ પોતાના ઘરે બેઠા છે. કારણ કે જનતા ભાજપના નેતાઓ જે પ્રશ્ન પૂછે તેનો જવાબ તેમની પાસે છે નહીં. જનતા ભાજપના તંત્રથી નારાજ છે અને ભાજપના નેતાઓ ત્યાં જ દેખાય છે જ્યાં તેમને ભ્રષ્ટાચાર કરવાનો હોય છે તેઓ આક્ષેપ પણ તેમને લગાડ્યો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "સુરતમાં આમ આદમી પાર્ટીના કાર્યકરોએ ખાડાઓ ભરવાનું અને તૂટેલા રસ્તાઓનું સમારકામ કર્યું,ગોપાલ ઇટાલિયાએ ભાજપ વિશે કહુ એવું કે…"

Leave a comment

Your email address will not be published.


*