આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતા મનીષ સિસોદિયા આજરોજ સુરતમાં, પાટીદાર સમાજના આ અગ્રણી ઉદ્યોગપતી સાથે મુલાકાત…

46

ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણીને લઇને તમામ રાજકીય પક્ષો વચ્ચે હલચલ મચી રહી છે. આગામી વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પણ ગુજરાતની 182 બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા કરશે. થોડા દિવસો પહેલા જ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં આવ્યા હતા.

અને ત્યાર બાદ હવે દિલ્હીના ડેપ્યુટી સીએમ ગુજરાત પ્રવાસે આવ્યા છે. મનીષ સિસોદિયા નું સ્વાગત કરવા માટે સુરત એરપોર્ટ પર આપના નેતા ઈશુદાન ગઢવી પહોંચ્યા હતા.

ઉપરાંત મનીષ સિસોદિયા એ કહ્યું કે હું જ્યારે ગુજરાત આવું છું ત્યારે મારે દર વખત નો અનુભવ છે કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીને લઈને ઉર્જા વધતી જઇ રહી છે.

અને કાર્યકર્તાઓનો ઉત્સાહ પણ વધે છે. ઉપરાંત આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને રણનીતિ વિશે ચર્ચા કરશે. ઉપરાંત આજરોજ પાટીદાર ઉદ્યોગપતિઓ પણ આમ આદમી પાર્ટીમાં જોડાઈ શકે તેવી ચર્ચાઓ ચાલી રહી છે.

ઉપરાંત સુરતના જાણીતા ઉધોગપતિ સામાજિક અગ્રણી મહેશભાઈ સવાણીએ દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા સાથે સર્કીટ હાઉસમાં મુલાકાત કરી.

ઉપરાંત આજરોજ સુરતમાં સમાજની પાર્ટીમાં વધુ કેટલાક કાર્યકર્તાઓ જોડાઈ શકે છે. આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને ઘણી ચર્ચાઓ પણ થશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!