દારૂના નશાની હાલતમાં રોડ પર સૂતેલા યુવકને કાર ચાલકે કચડી નાખ્યો, પછી કાર ચાલકે કંઈક એવી હરકત કરી કે… જુઓ રૂવાડા ઉભા કરી દેનારો વિડિયો…

Published on: 6:54 pm, Thu, 23 February 23

સોશિયલ મીડિયા પર દરરોજ ઘણા અવારનવાર કિસ્સાઓ વાયરલ થતા હોય છે. ત્યારે અમુક વખત સોશિયલ મીડિયા પર માનવતાને શરમાવે એવા કિસ્સા સામે આવતા હોય છે. આ ઘટનામાં રાત્રિના સમયે રોડ પર સૂતેલા યુવકને એક કાર ચાલકે ખીચડી નથી હોતો. યુવકને કચડી નાખ્યા બાદ કાર ચાલકે કંઈક એવી હરકત તરીકે વિડિયો જોઈને તમને પણ કારચાલક ઉપર ગુસ્સે થઈ જશો.

આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. જેમાં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે રોડ પર સૂતેલા યુવકને એક કાર ચાલક કચડી નાખે છે. ત્યારબાદ કારની અડફેટેમાં આવેલો પીડાથી રડતો રહે છે, પરંતુ કાર ચાલકીઓ તેની મદદ કરતો નથી અને કાર લઈને ઘટના સ્થળેથી ફરાર થઈ જાય છે.

માનવતાને શરમાવે એવો વિડિયો આગ્રામાંથી સામે આવી રહ્યો છે. સમગ્ર ઘટના બન્યા બાદ કેટલાક લોકો કારચાલકનો પીછો કરે છે. પરંતુ કાર ચાલક પકડમાં આવતો નથી અને ઘટના સ્થળેથી ફરાર થઈ જાય છે. ઘટનાને લઈને પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે કારચાલકની શોધખોળ શરૂ કરી દીધી છે.

વિગતવાર વાત કરીએ તો આગ્રાના ગાંધીનગરમાં રાત્રિના સમયે નશાની હાલતમાં એક યુવક રોડની વચોવચ પડ્યો હતો. જેના કારણે ત્યાંથી પસાર થતા વાહન ચાલકો યુવકને બચાવવા માટે બાજુમાંથી પોતાનું વાહન લઈને જતા હતા. આ દરમિયાન એક કાર ચાલકે ત્યાંથી પસાર થાય છે. રસ્તાની વચ્ચોવચ પડેલા યુવકને જોઈને તે સૌ પ્રથમ બ્રેક લગાવે છે અને ત્યારબાદ થોડીક વાર પછી કારની સ્પીડ વધારીને યુવકના પગ ઉપર કાર ચડાવી દે છે અને ત્યાંથી ફરાર થઈ જાય છે.

સમગ્ર ઘટના બની ત્યારે યુવક ખૂબ જ દર્દથી પીડાઈ રહ્યો હોય છે પરંતુ ચાલક કાર ઉભી રાખતો નથી અને ત્યાંથી ફરાર થઈ જાય છે. આ દ્રશ્યો જોતા જ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને કારચાલકને પકડવા માટે તેનો પીછો કર્યો હતો. પરંતુ કારચાલક ભાગવામાં સફળ રહ્યો હતો.

ત્યારબાદ આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. ઘણો સમય થઈ ગયો છતાં પણ પોલીસ ઘટના સ્થળે ન પહોંચી એટલા માટે સ્થાનિક લોકો યુવકને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. પછી પોલીસ હોસ્પિટલ પહોંચી હતી અને સીસીટીવી ફૂટેજના આધારે કારચાલકની શોધખોળ શરૂ કરી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "દારૂના નશાની હાલતમાં રોડ પર સૂતેલા યુવકને કાર ચાલકે કચડી નાખ્યો, પછી કાર ચાલકે કંઈક એવી હરકત કરી કે… જુઓ રૂવાડા ઉભા કરી દેનારો વિડિયો…"

Leave a comment

Your email address will not be published.


*