સુરતનો યુવક પોતાની પત્નીને સાપુતારા ફરવા લઈ ગયો, ત્યાં અડધી રાત્રે પોતાની પત્ની સાથે એવો કાંડ કર્યો કે… સાંભળીને આશ્ચર્યચકિત થઈ જશો…

Published on: 6:30 pm, Thu, 23 February 23

હાલમાં ગુજરાતમાં બનેલો એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. આ ઘટનામાં સુરતનું એક કપલ સાપુતારા ફરવા માટે કહ્યું હતું. ત્યાં અડધી રાત્રે પતિએ પોતાની પત્ની સાથે હોટલમાં કંઈક એવું કર્યું કે સાંભળીને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો. સમગ્ર ઘટનાને લઈને વાત કરીએ તો બર્થ ડે સેલિબ્રેશન કરવા માટે પતિ પોતાની પત્નીને સાપુતારા ફરવા માટે લઈ ગયો હતો.

સાપુતારામાં રાત્રે 2:00 વાગે એક હોટલ બુક કરાવી હતી. ત્યાર પછી પતિ પોતાની પત્નીને હોટલ રૂમમાં એકલી બંધ કરીને સુરત આવી ગયો હતો. એટલું જ નહીં પરંતુ તેની પત્ની હોટલનું બિલ ભરી ન શકે તે માટે તેનો મોબાઇલ અને બીજા ઘણા ડોક્યુમેન્ટ પણ પતિ પોતાની સાથે સુરત લઈને આવ્યો હતો.

આ મામલો સુરતના રાંદેરમાંથી સામે આવી રહ્યો છે.  વિગતવાર વાત કરી હતી મુંબઈની વુડલેન્ડ બિલ્ડિંગમાં રહેતી અને બ્યુટેશનની નોકરી કરતી 24 વર્ષની રીમા નામની યુવતીએ સુરતના અડાજણ પાટીયા આશિયાના કોમ્પ્લેક્સમાં રહેતા મો. યાકુબ ઇશ્તાક દાદાભાઇ નામના યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા હતા.

લગ્નના થોડાક સમય બાદ પતિ-પત્ની વચ્ચે નાની-નાની બાબતમાં ઝઘડા થવા લાગ્યા હતા. ત્યારબાદ 4 ફેબ્રુઆરીના રોજ પતિ પોતાનો જન્મદિવસ ઉજવવા માટે પોતાની પત્નીને સાપુતારા લઈ ગયો હતો. બંને રાત્રે બે વાગ્યાની આસપાસ કાર લઈને સાપુતારા પહોંચ્યા હતા અને ત્યાં હોટેલ સ્ટોબેરી બુક કરાવી હતી. અહીં એક દિવસ રોકાયા બાદ બીજા દિવસે પત્નીને સુતેલી મૂકીને પતિ હોટલમાંથી ભાગી ગયો હતો

. અને કેટલાક જરૂરી ડોક્યુમેન્ટ અને પત્નીનો મોબાઇલ પણ તે પોતાની સાથે લઈ ગયો હતો. પતિના ભાગ્યા બાદ યુવતીએ માંડ માંડ પોતાના સંબંધીઓને સંપર્ક કર્યા હતા અને હોટલનું બિલ ચુકવીને સુરત પહોંચી હતી. પછી તો પારિવારિક તકરાર વધી જતા છેવટે પત્ની રાંદેર પોલીસ મથકમાં પહોંચી હતી. ત્યાં પોતાના સાસરિયા સામે ગુનો નોંધાવ્યો હતો. પોલીસે ગુનો નોંધીને મહિલાના સસરા અને પતિની ધરપકડ કરી છે.

જાણવા મળી રહ્યું છે કે લગ્ન બાદ પતિ પત્ની વચ્ચે સતત ઝઘડા થતા હતા. જેના કારણે પતિ ખૂબ જ કંટાળી ગયો હતો. જેથી તેને પોતાની પત્નીને સબક શીખવાનું નક્કી કર્યું હતું. એટલા માટે તેને પોતાની પત્નીને સાપુતારા ની હોટલમાં બંધ કરીને ત્યાંથી ભાગી ગયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "સુરતનો યુવક પોતાની પત્નીને સાપુતારા ફરવા લઈ ગયો, ત્યાં અડધી રાત્રે પોતાની પત્ની સાથે એવો કાંડ કર્યો કે… સાંભળીને આશ્ચર્યચકિત થઈ જશો…"

Leave a comment

Your email address will not be published.


*