કપાસની ગાંસડીની ગાંઠ ખોલવા યુવકે લાઇટરનો ઉપયોગ કર્યો, ત્યારબાદ બન્યું કંઈક એવું કે…જુઓ ઘટનાનો લાઇવ વિડિયો…

Published on: 11:56 am, Wed, 9 November 22

મિત્રો સોશિયલ મીડિયામાં દરરોજ ઘણા અવારનવાર વિડીયો વાયરલ થતા હોય છે. ઘણા વીડિયો જોઈને આપણે ખડખડાટ હસી પડતા હોઈએ છીએ અથવા તો ઘણા વીડિયો જોઈને આપણે ચોકી જતા હોઈએ છીએ. જે કામ જેને આવડતું હોય તેને જ કરવું જોઈએ જો બીજો તે કામ કરે તો કંઈક ખોટું થાય અથવા તો નુકસાન થાય છે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટનાનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

આ ઘટનામાં કપાસની ગાંસડી ખોલનાર એક યુવકે એવી મૂર્ખામી કરી કે આખો કપાસનો ઢગલો સળગી ગયો. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. હાલમાં આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

ઘટનાના વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક યુવક કપાસની ગાંસડી ખોલી રહ્યો છે. ઘણી મહેનત કરે છે પરંતુ તેનાથી કપાસની ગાંસડીની ગાંઠ ખોલતી નથી. જેના કારણે તે યુવક પોતાના ખીચામાં રહેલા લાઇટરની મદદથી કપાસની ગાંસડીની ગાંઠ ખોલવાનો પ્રયાસ કરે છે.

પરંતુ અચાનક જ કાંઈક એવું બને છે કે તે યુવકે સપનામાં પણ નહીં વિચાર્યું હોય. જ્યારે આ યુવક લાઇટરને મદદથી કપાસની ગાંસડીની ગાંઠ ખોલી રહ્યો હોય છે, ત્યારે અચાનક જ કપાસમાં આગ લાગી ઊઠે છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે આગ ખૂબ જ ઝડપથી કપાસના આખા ઢગલામાં ફેલાઈ જાય છે.

કપાસના ઢગલામાં આગ લાગી જેના કારણે આસપાસના લોકો ત્યાં દોડી આવ્યા હતા અને કપાસના ઢગલામાં હાજર વ્યક્તિ પણ ત્યાંથી ભાગી જાય છે. આ ઘટનામાં તેના શરીરના ભાગે પણ આગ લાગી ગઈ હતી. પરંતુ તે યુવક યોગ્ય સમયે કપાસના ઢગલા માંથી બહાર ભાગી જાય છે. આ વિડીયો ક્યાંનો છે અને ક્યારનો છે તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી.

પણ મિત્રો આ રીતની ભૂલ તમે ક્યારેય ન કરતા. આ વીડિયોની અમારી વેબસાઈટ ગુજ્જુ રોક્સ કોઈ પણ પ્રકારની પુષ્ટિ કરતું નથી. હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલો વિડિયો જોઈને લોકો કોમેન્ટ બોક્સમાં અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "કપાસની ગાંસડીની ગાંઠ ખોલવા યુવકે લાઇટરનો ઉપયોગ કર્યો, ત્યારબાદ બન્યું કંઈક એવું કે…જુઓ ઘટનાનો લાઇવ વિડિયો…"

Leave a comment

Your email address will not be published.


*