મુસ્લિમ યુવકને ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિની એવી લગની લાગી કે, સમાજના બધા બંધન તોડીને આજે તે ભગવાન શ્રીકૃષ્ણની ભક્તિ કરી રહ્યો છે…

Published on: 11:27 am, Wed, 9 November 22

આજકાલ મોટેભાગના યુવાનો અને યુવતીઓ સારી એવી નોકરી મેળવીને પોતાનું જીવન શેઠ કરવા માંગે છે. લોકો જ્યારે સવારમાં ઉઠે છે ત્યારથી સાંજ સુધી પૈસા કમાવાની રેસમાં લાગી જાય છે. મિત્રો તમે ઘણા એવા લોકોને જોયા હશે જેવો ધર્મના નામે જાતિવાદ ફેલાવતા હોય છે. જેના કારણે ઘણા બધા ઝઘડાઓ અને હોબાળો થતા હોય છે.

ત્યારે આજે આ અમે તમને એક એવા યુવક વિશે જણાવવાના છીએ, જે બધાની માટે ધાર્મિક એકતાનું સૌથી મોટું કારણ બન્યો છે. આજે આપણે એક મુસ્લિમ યુવક વિશે વાત કરવાના છીએ. મુસ્લિમ હોવા છતાં પણ આ યુવક ભગવાન શ્રીકૃષ્ણની ભક્તિ કરી રહ્યો છે.

આ યુવકનું નામ જાવેદ છે અને તે એક મુસલમાન છે. તે બધા પ્રકારના બંધન તોડીને આજે ભગવાન શ્રીકૃષ્ણની ભક્તિ કરી રહ્યો છે. મિત્રો તમને જણાવી દઈએ કે જાવેદ વૃંદાવનમાં રહીને ભગવાન શ્રીકૃષ્ણની ભક્તિ કરી રહ્યો છે. જ્યારે આ વાતની જાણ અન્ય લોકોને થાય ત્યારે અન્ય લોકો ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

જાવેદ જ્યારે નાનો હતો ત્યારથી જ તે ભગવાન શ્રીકૃષ્ણની ભક્તિ કરતો હતો. જાવેદને ભગવાન શ્રીકૃષ્ણની ભક્તિની એવી લગની લાગી છે તે કૃષ્ણ ભગવાનની મૂર્તિ પોતાના ઘરે લઈને આવ્યો હતો. આ વાત તેના સમાજના અમુક લોકોને ગમી ન હતી અને તેથી તેના સમાજના તેને મન ફાવે તેવું બોલવા લાગ્યા અને ન કહેવાનું કહેતા હતા. જાવેદની આ વાત લોકોને પસંદ ન આવતા તેને ખૂબ જ તકલીફ પડતી હતી.

આ બધાથી કંટાળીને આખરે જાવેદ વૃંદાવન રહેવા ચાલ્યો ગયો. મિત્રો જાવેદના માતા-પિતા તેને ખૂબ જ પ્રેમ કરે છે અને તેના માતા પિતાને જાવેદની ભક્તિથી કોઈપણ પ્રકારનો વિરોધ નથી. તેના માતા પિતા કહે છે કે, તારે જેમ ભક્તિ કરવી હોય એમ કર અમે તારી સાથે છે. આખરે ભગવાન તો એક જ છે. મિત્રો આવી અનોખી ભક્તિ કરનાર લોકો સમાજમાં ખૂબ જ ઓછા હોય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો