મોતને આમંત્રણ…! સુરતમાં ચાલુ બાઈક પર એક યુવકે ખુલ્લા હાથે એવા એવા સ્ટંટ કર્યા કે… વિડીયો જોઈને રુવાડા બેઠા થઈ જશે…

Published on: 4:11 pm, Tue, 18 July 23

આજકાલ સોશિયલ મીડિયા પર લોકો ફેમસ થવા માટે કંઈ પણ કરવા તૈયાર થઈ જતા હોય છે. ઘણા લોકો તો એવા સ્ટંટ કરતા હોય છે જેમાં તેમના જીવનનું પણ જોખમ હોય છે. આજકાલ યુવાનો સ્ટંટના રવાડે ચઢયા છે, ક્યારેક બાઈક પર તો ક્યારેક બીજી રીતે સ્ટંટ કરતા જોવામાં આવે છે.

ખાસ કરીને સોશિયલ મીડિયા પર આજકાલ સ્ટંટના કેટલાય વિડિયો વાયરલ થાય છે. રોડ પર ખતરનાક સ્ટંટ કરવો જીવલેણ બની શકે છે, તેની ખબર હોવા છતાં પણ યુવાનો અટકતા નથી. અવારનવાર રોડ પર સ્ટંટની ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે સુરતમાંથી ફરી જોખમી સ્ટંટ નો વિડીયો વાયરલ થયો છે.

વીડિયોમાં યુવક ચાલુ બાઈક પર જોખમી સ્ટંટ કરી રહ્યો છ. યુવક બાઈક પર ઉભા રહીને સ્ટંટ બાજી કરી રહ્યો છે, આ યુવક પોતાનો તો જીવ જોખમમાં મૂકી રહ્યો છે સાથે અન્ય લોકોના પણ જીવ જોખમમાં મૂકી રહ્યો છે.

આ વિડીયો પાર્લે પોઇન્ટ વિસ્તારનો હોવાનું માનવામાં આવી રહ્યું છે, આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસે આ વીડિયોના આધારે તપાસ શરૂ કરી છે. પોલીસે બાઈક ના નંબર ના આધારે યુવકને ઝડપી પાડવા માટે શોધખોળ ચાલુ કરી છે. તાજેતરમાં જ અમદાવાદમાં પણ જોખમી સ્ટંટ નો વિડીયો વાયરલ થયો હતો.

મણીનગર રેલ્વે સ્ટેશન ચાર રસ્તા નજીક બાઇક ચાલક ઉભો થઈને બાઈક ચલાવતો હતો. વિડીયો વાયરલ થયા બાદ પોલીસે ગઈ કાલે જ યુવકની ધરપકડ કરી હતી. ઘણી વખત આવા સ્ટંટના કારણે લોકોના મૃત્યુ પણ થાય છે, તેથી આવા જોખમી સ્ટંટ કરવા જોઈએ નહીં.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "મોતને આમંત્રણ…! સુરતમાં ચાલુ બાઈક પર એક યુવકે ખુલ્લા હાથે એવા એવા સ્ટંટ કર્યા કે… વિડીયો જોઈને રુવાડા બેઠા થઈ જશે…"

Leave a comment

Your email address will not be published.


*