પડોશમાં રહેતો યુવક 4 વર્ષના બાળકને ચોકલેટની લાલચ આપીને પોતાના સાથે લઈ ગયો, ત્યારબાદ બાળકને જીવતો સળગાવી દીધો – જાણો સમગ્ર ઘટના

Published on: 1:04 pm, Mon, 11 April 22

હાલમાં ત્રણથી ચાર દિવસ પહેલાં બનેલી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટના સાંભળીને તમારા પણ રુવાડા ઉભા થઇ જશે. એક યુવાને પોતાના પડોશમાં રહેતા ચાર વર્ષના બાળકને ચોકલેટની લાલચ આપીને ઉઠાવી લીધો અને ત્યારબાદ સ્મશાને લઈ જઈને એને જીવતો સળગાવી દીધો.

આ ઘટના બનતા ચારેબાજુ અપરા તફરી મચી ગઇ હતી. આ રુવાડા ઉભા કરી દેનારી ઘટના છત્તીસગઢ રાજ્યના રાયપુર જિલ્લાની છે. છેલ્લા થોડાક દિવસથી હર્ષ નામનો 4 વર્ષનો બાળક લાપતા હતો. આ સમગ્ર ઘટનાને લઇને પરિવારજનોએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદ મળતાં જ પોલીસે ચાર વર્ષના બાળકની શોધખોળ શરૂ કરી હતી. તપાસ દરમિયાન બાળક મૃત દે સળગેલી હાલતમાં મળી આવ્યું હતું. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે પડોશમાં રહેતા પંચરામ દ્વારા સૌપ્રથમ હર્ષને ઉડાડવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેને તે જ દિવસે સ્મશાને લઈ જઈને જીવતો સળગાવી દેવામાં આવ્યો હતો.

સમગ્ર ઘટનાને લઈને પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. ધરપકડ બાદ પંચરામને પૂછવામાં આવ્યું કે, કયા કારણોસર હર્ષનો જીવ લીધો તેને પોલીસને કોઇપણ પ્રકારની જાણકારી આપી નથી. મૃત્યુ પામેલા હર્ષના પિતાએ જણાવ્યું કે, પંચરામ ઘણી વખત હર્ષ અને ચોકલેટ લઈ દેતો અને ગાડી પર ફરવા લઈ જતો આથી અમને તેના પર ભરોસો હતો.

મંગળવારના રોજ સવારે દસ વાગ્યાની આસપાસ પંચરામ હર્ષને લઈને નીકળ્યો ત્યારબાદ પાછો જ ના આવ્યો. આથી અમે પોલીસ ફરિયાદ કરી હતી. ત્યારબાદ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે પંચરામની ધરપકડ કરી હતી. હર્ષનું મૃત્યુ થતાં પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. હર્ષની માતાના આંસુ સુકાતા નથી.

આરોપીએ કયા કારણોસર હર્ષનો જીવ લઈ લીધો તેની હજુ કોઈ પણ પ્રકારની માહિતી સામે આવી નથી. પોલીસ દ્વારા આરોપીની ધરપકડ સીસીટીવી ફૂટેજ અને લોકેશન ટ્રેસ કરીને કરવામાં આવી હતી. આ ઘટના બનતા ચારેબાજુ અફરાતફરી મચી ગઇ હતી. ઉપરાંત ગૃહમંત્રીએ પરિવારજનોને કહ્યું કે આરોપીને કડકમાં કડક સજા મળશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "પડોશમાં રહેતો યુવક 4 વર્ષના બાળકને ચોકલેટની લાલચ આપીને પોતાના સાથે લઈ ગયો, ત્યારબાદ બાળકને જીવતો સળગાવી દીધો – જાણો સમગ્ર ઘટના"

Leave a comment

Your email address will not be published.


*