મોરબીમાં એક યુવાને જાહેરમાં પોતાના પર ડીઝલ છાંટીને પોતાનું જીવન ટુંકાવ્યું – જાણો સમગ્ર ઘટના

Published on: 10:22 am, Tue, 18 January 22

મોરબીમાં બનેલી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક યુવાને જાહેરમાં પોતાના પર ડીઝલ છાંટીને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. મળતી માહિતી અનુસાર મોરબી નગરપાલિકા પાછળ બોયઝ હોસ્ટેલ પાસે મોડી સાંજે એક યુવાને જાહેરમાં પોતાના શરીર પર ડીઝલ છાંટીને પોતાને આગ લગાવી દીધી હતી.

આ ઘટના બનતા જ હાર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. અને સળગી રહેલા યુવાન પર પાણી નાખીને તેને બચાવવાનો પ્રયાસ કર્યો પરંતુ તે યુવાન બચ્યો નહીં.

મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલો યુવાન વજેપરનો રહેવાસી હતો. મૃત્યુ પામેલા યુવાનનું નામ લાલજીભાઈ જગદીશભાઈ પરમાર હતું. સૂત્રો અનુસાર મળતી માહિતી અનુસાર યુવાને કોઈ અગમ્ય કારણોસર નગરપાલિકાની પાછળ આવેલી બોયઝ હોસ્ટેલની નજીક પોતાના શરીર પર જાહેરમાં ડીઝલ છાંટીને શરીરને આગ લગાવી દીધી હતી.

આ ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ટીમ અને પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવી હતી. સમગ્ર ઘટનાને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ ઘટના બની ત્યારે ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા. ઘટનાની જાણ પરિવારજનોને થતાં પરિવારમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું. ઉપરાંત ઘટનાસ્થળે અફરાતફરી મચી ગઇ હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "મોરબીમાં એક યુવાને જાહેરમાં પોતાના પર ડીઝલ છાંટીને પોતાનું જીવન ટુંકાવ્યું – જાણો સમગ્ર ઘટના"

Leave a comment

Your email address will not be published.


*