સુરતના યુવકને મિત્રોની વાત સાંભળીને આવ્યો એક નવો વિચાર, ત્યારબાદ ચાલુ કરી “બાઈક ચાઈ” – ચાલો જાણીએ આ યુવકના આઈડિયા વિશે…

Published on: 3:49 pm, Wed, 30 March 22

આધુનિક યુગ ટેકનોલોજી ક્ષેત્રે આગળ ધપી રહ્યો છે તેમ લાગી રહ્યું છે. ત્યારે આજના સમયમાં લોકો તેના નવીનતમ વિચારથી પોતાના અવનવા પ્રયાસોથી વ્યવસાયની શરૂઆત કરતા હોય છે. ત્યારે આ વ્યવસાય કરતા જોયા હશે પરંતુ હાલ આપણે આજે એક સુરતના યુવક વિશે વાત કરીશું, તો આ સુરતના યુવકે એક બાઈકમાં આકર્ષક મીની કાફે બનાવ્યું.

ત્યારે સુરત વાસી માટે કહીશ કે સુરતના લોકો એટલે કંઇ કહેવાપણું જ રહ્યો નહિ. સુરતવાસીઓ કોઈપણ રીતે તેમના અવનવા પ્રયાસોથી અને નવી આધુનિક વિચારણાથી આજની મોર્ડન સંસ્કૃતિમાં બધાને આકર્ષવા એ રીતનો વ્યવસાય કરે છે. ત્યારે મનોજ એલ કે તેઓ સુરતના છે. જેણે તેની સ્નાતકની ડીગ્રી પૂરી કર્યા બાદ મોકટેલનો વ્યાપાર શરૂ કર્યો હતો.

ત્યારે તેને ઘણી મોડી રાત સુધી વ્યાપાર કરવો પડતો હતો. ત્યારે તેમના મિત્રો તેને વારંવાર બોલતા હતા કે “ચલ બાઈક નિકાલ ચા પીવા જઇએ “ક્યારે તેમના મિત્રોની આ વાત સાંભળીને મનોજને આવો જ વ્યવસાય કરવાનું વિચાર આવ્યો. ત્યારે તેને એક નવો જ શબ્દ “chai bike”આ વિચારને તેણે આગળ ધપાવવા 2016માં એક એવી બાઈક બનાવવાની શરૂઆત કરી.

જેની મદદથી ચા અને ઠંડા પીણા સાથે સાથે નાસ્તાની મોજ પણ લોકો માણી શકે. તે માટે એક નવું મોડલ બાઈક પરંતુ તેને આ બાઇકમાં શરૂઆતમાં લગભગ ચારેક લાખ જેટલું નુકસાન પણ ભોગવવું પડ્યું ત્યારે તેણે એક વાત મનમાં રાખી કે ધંધો એટલે નફો અને ખોટ. ધંધામાં થોડી ઘણો નફો કે થોડું ઘણું નુકસાન પણ થાય છે.

ત્યારે થોડી હાર માની લેવાય અને આમ પણ કહેવાય છે ને કે ગુજરાતવાસીઓ ધંધો શરૂ કર્યા પછી ક્યારે પીછેહટ થતાં નથી જે આ મનોજ એ સાબિત કરી બતાવ્યું અને અંતે 2019 ના આ મોડેલ બાઇક તૈયાર થયું અને આ બાઇકની ડિઝાઇન મનોજે જાતેજ તૈયાર કરી હતી અને આ બાઇકનું નામ”Mr chai bike”રાખવામાં આવ્યો.

કોરોના ની પહેલી લહેર પહેલા આ કેફી ની શરૂઆત કરી હતી પરંતુ કોરોના કાળ દરમ્યાન થોડી ઘણી નુકસાની વેઠવી પડી, પરંતુ કોરોના ની અસર ઓછી થતાં જ તેનું cafe આગળ ધપ ચાલી રહ્યું હતું અને તેને આચાર્ય બાઇકથી ખૂબ જ નફો થયો હતો. સમગ્ર ભારતમાં આ chai bike ને ફ્રેન્ચાઇઝી મોડલ તરીકે વિકસાવવામાં આવે તેવું વિચાર્યું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "સુરતના યુવકને મિત્રોની વાત સાંભળીને આવ્યો એક નવો વિચાર, ત્યારબાદ ચાલુ કરી “બાઈક ચાઈ” – ચાલો જાણીએ આ યુવકના આઈડિયા વિશે…"

Leave a comment

Your email address will not be published.


*