સુરતની એક દુઃખદાયક ઘટના સામે આવી છે. સુરતના અઠવાલાઇન્સ વિસ્તારમાં એક યુવક સાતમા માળેથી ગેલેરીમાંથી નીચે પડી ગયો હતો. આ ઘટનાના કારણે યુવકનું કરુણ મૃત્યુ થયું હતું. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલો યુવક મંડળ બનાસકાંઠા નો રહેવાસી અને યુવક હીરાદલાલ ના મકાનમાં કામ કરતો હતો.
ત્યારે સાંજના સમયે ફ્લેટની ગેલેરીમાં સૂકવેલું ટીશર્ટ લેવા ગયો હતો. જ્યારે ટીશર્ટ દોરી પર થી નીચેના ફ્લોર પર જતું રહ્યું હતું. ત્યારે હાઉસ કીપર બોયએ લાકડીથી ટીશર્ટ લેવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. ત્યારે યુવકનું બેલેન્સ બગડે છે અને તે સાતમા માળેથી નીચે પડે છે.
મળતી માહિતી અનુસાર સુરતના અઠવાલાઇન્સ વિસ્તારમાં રહેતા કિશોરભાઈ શાહના મકાનમાં કામ કરતો ભગવાન રામસી ચૌધરી બનાસકાંઠાના ફાગણી ગામનો રહેવાસી હતો.
મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા યુવકના લગ્ન ના બે વર્ષ જ થયા હતા. યુવક તેના પરિવારમાં માતા અને 7 ભાઈ-બહેનો સાથે રહેતો હતો. યુવકની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ નબળી હોવાના કારણે તે ઘરકામ માટે સુરત આવ્યો હતો.
મળતી માહિતી અનુસાર આ સમગ્ર ઘટના સોમવારના રોજ કિશોરભાઈ શાહ ની ગેરહાજરી માં બની હતી. જ્યારે યુવક ગેલેરીમાંથી સુકાઈ ગયેલું ટીશર્ટ લેવા ગયો ત્યારે તે ટીશર્ટ નીચેના ફ્લોર પર જતું રહ્યું હતું. જ્યારે યુવક લાકડી વડે ટીશર્ટ ઉપર લેવાનો પ્રયત્ન કરી રહ્યો હતો પરંતુ ત્યારે યુવકનું બેલેન્સ બગડે છે અને તે સાતમા માળેથી નીચે પડે છે.
આવી આશંકાઓ કિશોરભાઈ વ્યક્ત કરી હતી. આ ઉપરાંત નીચે પડેલા યુવકને ભગવાન મહાવીર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો પરંતુ ત્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતા ઉમરા પોલીસે આ સમગ્ર ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!