રાજ્યમાં ફરી એક વાર પાટીદારો નું પહેલાથી જ વર્ચસ્વ રહ્યુ છે.ત્યારે વિધાનસભા ની ચૂંટણી પહેલા ફરી પાછા પાટીદારો ને એકત્રિત કરવાની તૈયારીમાં શરૂ કરી દેવામાં આવી છે.જેને પગલે આગામી જાન્યુઆરી 2022 માં ખોડલધામ ખાતે પાટીદારો નો મહાકુંભ યોજાનાર છે.
કાગવડ ખોડલધામ લેઉવા પાટીદારો માટે આસ્થાનું કેન્દ્ર મનાય છે,ત્યારે ફરી પાછી પાટીદારોને એકમંચ પર લાવવાની ભવ્ય તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. કાગવડ ખાતે ખોડલધામ ના પ્રાણ પ્રતિષ્ઠાને પાંચ વર્ષ પૂર્ણ થતાં તેની ઉજવણી માટેની તૈયારીઓ અત્યારથી જ શરૂ કરી દેવામાં આવી છે.
જેને લઇને ખોડલધામ ખાતે પાટીદારોનો મહાકુંભ યોજાનાર છે.મહત્વનું છે કે રાજ્યની આગામી 2022માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાવા જઇ રહી છે જેને લઇને પાટીદાર મહાકુંભ રાજ્યોના લાખો પાટીદારો એકત્રિત કરવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
મહત્વનું છે કે આ મહાકુંભમાં પાટીદારોને એક મંચ પર લાવવા ખોડલધામના ચેરમેને જિલ્લાઓના પ્રવાસ શરૂ કરી દીધા છે. આ યાત્રા રાજકીય રીતે સૂચક અને મહત્વની માનવામાં આવી રહી છે. નરેશ પટેલ સૌરાષ્ટ્રના લેઉવા પાટીદારોને એક કરવા જઈ રહ્યા છે.