વિડીયો કોલમાં ગર્લફ્રેન્ડની સામે યુવકે ગળાફાંસો ખાઈને સુસાઈડ કર્યું… પછી તો કાંઈક એવું બન્યું કે… આખી ઘટના સાંભળીને ચોંકી ઉઠશો…

Published on: 5:50 pm, Fri, 1 September 23

હાલમાં બનેલી એક સુસાઇડની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક યુવકે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. મળતી માહિતી અનુસાર યુવકે પોતાની ગર્લફ્રેન્ડને વીડિયો કોલ કરીને તેની સામે ગળાફાંસો ખાઈ લીધો હતો. આ બધું જોઈને યુવકની ગર્લફ્રેન્ડ ખૂબ જ ડરી ગઈ હતી અને તેને પોતાના બોયફ્રેન્ડના મિત્રોને ફોન કરીને આ વાતની જાણ કરી હતી.

ત્યારબાદ મિત્રએ આ ઘટનાની જાણ યુવકના પિતાને કરી હતી. આ વાતની જાણ થતા પિતા તાત્કાલિક પોતાના દીકરાના રૂમમાં ગયા હતા. ત્યારે રૂમની અંદરથી દીકરાનું મૃતદેહ ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યું હતું. આ ઘટના ગુરૂવારના રોજ રાત્રે 11 વાગ્યાની આસપાસ રાજસ્થાનના કોટાના રામગંજમંડી વિસ્તારમાં બની હતી

સુસાઇડ કરનારી યુવકનું નામ અભિષેક હતું અને તેની ઉંમર 22 વર્ષની હતી. અભિષેક જયપુરમાં રહેતો હતો અને ત્યાં ડી ફાર્માનો અભ્યાસ કરતો હતો. રક્ષાબંધનનો તહેવાર હોવાના કારણે અભિષેક ઘરે આવ્યો હતો. અભિષેકની માતા રક્ષાબંધન હોવાના કારણે પોતાના પિયરમાં ગઈ હતી. આ દરમિયાન ઘરે અભિષેક અને તેના પિતા હતા.

ગુરૂવારના રોજ રાત્રે 10:00 વાગ્યાની આસપાસ અભિષેક અને તેના પિતાએ એક સાથે ભોજન કર્યું હતું. પિતા સાથે ભોજન કર્યા બાદ અભિષેક પોતાની રૂમમાં ચાલ્યો ગયો હતો અને ત્યાં પોતાની ગર્લફ્રેન્ડ સાથે વાત કરતો હતો. આ દરમિયાન બંને વચ્ચે કોઈ મુદ્દાને લઈને ઝઘડો થઈ ગયો હતો. ત્યારબાદ બંને વિડિયો કોલ પણ કર્યો હતો.

વીડિયો કોલ દરમિયાન અભિષેકે પોતાની ગર્લફ્રેન્ડની સામે ગળાફાંસો ખાઈને સુસાઇડ કર્યું હતું. આ દ્રશ્યો જોઈને અભિષેકની ગર્લફ્રેન્ડ ખૂબ જ ડરી ગઈ હતી. એટલે ગર્લફ્રેન્ડ એ અભિષેકના મિત્રને ફોન કરીને આ વાતની જાણકારી આપી હતી. પછી અભિષેકના મિત્રએ અભિષેકના પિતાને ફોન કરીને આ વાતની જાણકારી આપી હતી.

ત્યાર પછી તો પિતા દોડીને અભિષેકના રૂમમાં પહોંચ્યા ત્યારે ત્યાં દીકરાનું મૃતદેહ લટકતી હાલતમાં જોવા મળ્યું હતું. મૃત્યુ પામેલો અભિષેક તેમનો એકનો એક દીકરો હતો. ઘટનાની માહિતી મળતા પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી. એવો આરોપ લગાવવામાં આવ્યો છે કે, છોકરીના બ્લેકમેલથી પરેશાન થઈને અભિષેકે સુસાઇડ કર્યું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "વિડીયો કોલમાં ગર્લફ્રેન્ડની સામે યુવકે ગળાફાંસો ખાઈને સુસાઈડ કર્યું… પછી તો કાંઈક એવું બન્યું કે… આખી ઘટના સાંભળીને ચોંકી ઉઠશો…"

Leave a comment

Your email address will not be published.


*