લોકસાહિત્યકાર રાજભા ગઢવીનો ભેંસો ધરાવતો વર્ષો જૂનો વિડીયો થયો વાયરલ… પહેલી વારમાં તો રાજભા ગઢવીને વીડિયોમાં ઓળખી જ નહીં શકો… જુઓ વિડિયો…

Published on: 3:32 pm, Fri, 10 March 23

ગુજરાતી લોકસાહિત્યકાર રાજભા ગઢવીને તો તમે બધા જરૂર ઓળખતા હશો. રાજભા ગઢવી લાખો ગુજરાતીઓના દિલમાં વસે છે. રાજભા ગઢવીનો ડાયરો હોય ત્યારે દૂર દૂર થી સકડો લોકો તેમને સાંભળવા માટે આવતા હોય છે. સોશિયલ મીડિયા પર તમે રાજભા ગઢવીના ઘણા વિડીયો જોયા હશે. ત્યારે હાલમાં રાજભા ગઢવીનો એક વર્ષો જુનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે.

પેલી વાર વીડિયો જોઈને તો તમે રાજભા ગઢવી ને ઓળખી જ નહીં શકો. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે ગીરના જંગલમાં ભરવાડો તેમના ઢોર ચડાવી રહ્યા છે અને એક યુવક દુહા ગાતો જોવા મળી રહ્યો છે. આ યુવક ગાય છે કે, “અમર લોક થી આવ અમારા શાયર મેઘાણી માત સરસ્વતી મીટ માંડીને જોતિ કોઈ દુલારો, સત્યાભાખી નિર્ભય નિર્વ્યસની કોણ ઉપાસક મારો, બાવલ બેટડો જોઈ બગસરે હૈયા માં હરખાણી, અમર લોક થી આવ અમારા શાયર મેઘાણી”.

મિત્રો તમને જાણીને નવાઈ લાગશે કે આ માલધારી યુવાન બીજું કોઈ નહીં પરંતુ રાજભા ગઢવી છે. આજે રાજભા ગઢવીનો આ જુનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. પહેલીવાર આ વિડીયો જોઈને ભલભલા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

રાજભા ગઢવીની વાત કરીએ તો તેઓ ઘણા બધા સંઘર્ષ કરીને આ મુકામ સુધી પહોંચ્યા છે. આજે માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ દેશ વિદેશમાં પણ રાજભા ગઢવીના ચાહકો છે. રાજભા ગઢવીના અંગત જીવનની વાત કરીએ તો તેમનો જન્મ અમરેલીના કનકાઈ બાણેજમાં ગીર લીલાપાણી ખાતે થયો હતો. રાજભા ગઢવી ને કોઈ પણ પ્રકારનું શિક્ષણ મળ્યું ન હતું.

અભ્યાસ કર્યો ન હોવા છતાં પણ રાજભા ગઢવીએ પોતાના કૌશલ્ય અને નિપુણતાથી અનેક રચનાઓ રચી છે. રાજભા ગઢવી લોક સાહિત્યના સારા કવિ અને ગીતકાર પણ છે. રાજભા ગઢવીનું બાળપણ ગીરના જંગલમાં કુદરતની ગોદમાં વીતીયુ છે. શરૂઆતમાં પશુપાલન સાથે જોડાયેલા રાજભા ગઢવી આજે હરિ તો ગુજરાતીઓના દિલમાં વસે છે. આજે પણ રાજભા ગઢવી પોતાના ઘરમાં અનેક પશુઓને સાચવે છે.

હાલમાં તો રાજભા ગઢવી ગીરમાં નહીં પરંતુ જૂનાગઢમાં રહે છે. બાળપણમાં રાજભા ગઢવી ઢોર ચરાવતા અને રેડિયો પર ભજન સાંભળતા હતા. 2001માં રાજભા ગઢવીને સતાધાર નજીકના રામપરા ગામમાં એક કાર્યક્રમ હતો. આ કાર્યક્રમમાં મુખ્ય કલાકાર મોડા પડ્યા ત્યારે રાજભા ગઢવીને મંચ પર જવાનો મોકો મળ્યો હતો. અને પછી તો રાજભા ગઢવી ની સફળતાની સીડી શરૂ થઈ ગઈ હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "લોકસાહિત્યકાર રાજભા ગઢવીનો ભેંસો ધરાવતો વર્ષો જૂનો વિડીયો થયો વાયરલ… પહેલી વારમાં તો રાજભા ગઢવીને વીડિયોમાં ઓળખી જ નહીં શકો… જુઓ વિડિયો…"

Leave a comment

Your email address will not be published.


*