રસ્તા પર શાંતિથી ચાલીને જતી મહિલાને પાછળથી આવતી ઝડપી રીક્ષાએ કચડી નાખી, મહિલાનું ઘટના સ્થળે મોત… જુઓ મોતનો લાઈવ વિડિયો…

હાલમાં બનેલી એક અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજો સામે આવી રહ્યા છે. આ અકસ્માતની ઘટનામાં એક રિક્ષાએ રસ્તા પર શાંતિથી ચાલીને જતી મહિલાને કચડી નાખી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે આ ઘટનામાં મહિલાનો ઘટનાસ્થળે જ કરુણ મોત થયું હતું. સમગ્ર ઘટનાની બાજુમાં આવેલી એક દુકાન પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

મૃત્યુ પામેલી મહિલાની ઉંમર 60 વર્ષની હતી અને તેમનું નામ શ્યામા ગૌસ્વામી હતું. આ ભયંકર અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ બિહારના મુઝફ્ફરપુરમાંથી સામે આવી રહ્યા છે.  મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે, મહિલા રસ્તાના કિનારે શાંતિથી ચાલીને જતી હતી.

આ દરમિયાન પાછળથી આવી રહેલી એક ઝડપી રીક્ષાએ મહિલાને જોરદાર ટક્કર લગાવી હતી. આ ઘટનામાં મહિલા રીક્ષાની નીચે દબાઈ ગઈ હતી. અકસ્માતની ઘટના બનતા જ આસપાસના લોકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા. ત્યારબાદ તમામ લોકોએ ભેગા મળીને રિક્ષાની નીચે દબાઈ ગયેલી મહિલાને બહાર કાઢી હતી.

આ ઘટનામાં રીક્ષા ચાલક પણ ઇજાગ્રસ્ત થયો હતો. ત્યારબાદ મહિલા અને રીક્ષા ચાલક બંનેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં હાજર ડોક્ટરે મહિલાને મૃત જાહેર કરી હતી. મહિલાના મૃત્યુના કારણે છ સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી છે.

મળતી માહિતી અનુસાર મહિલાની પાંચ દીકરીઓના લગ્ન થઈ ગયા છે. જ્યારે દીકરો હજી કુવારો છે. આ ઘટના બનતા જ ચારે બાજુ માતમ છવાઈ ગયો હતો. જાણવા મળી રહ્યું છે કે રિક્ષામાં લોડ વધી ગયો જેના કારણે રિક્ષા ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. ત્યારબાદ આ ભયંકર અકસ્માતની ઘટના બની હતી. જાણવા મળી રહ્યું છે કે અકસ્માતની ઘટનામાં રીક્ષા ચાલક પણ ઈજાગ્રસ્ત થયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*