ગુજરાત રાજ્યમાં સુસાઇડના કિસ્સાઓમાં નોંધપાત્ર વધારો થતો જોવા મળી રહ્યો છે. ત્યારે ભાવનગરમાં બનેલી વધુ એક સુસાઇડની ઘટના સામે આવી રહી છે. આ ઘટના ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં બની હતી. વિગતવાર વાત કરે તો ભાલપત્રમાં આવેલ અધેલાઈ ગામે રહેતા અને ભાવનગર બોર તળાવ વિસ્તારમાં આવેલ હીરાના કારખાનામાં રત્નકલાકાર તરીકે કામ કરતા રોનક તળાવીયા નામનો યુવક કુંભારવાડા વિસ્તારમાં રહેતી એક યુવતી સાથે પ્રેમ સંબંધમાં હતો.
બંને એકબીજાને ખૂબ જ પ્રેમ કરતા હતા. જેને લઈને યુવતી થોડાક મહિના પહેલા પોતાના ઘરેથી ભાગીને રોનકના ઘરે રહેવા જતી રહી હતી.ત્યાર પછી તો યુવતીના પિતા અને અન્ય બે લોકો રોનકના ઘરે પહોંચ્યા હતા. જ્યાં યુવતીના પિતાએ કહ્યું હતું કે તમારા બંનેની સગાઈ કરાવી આપશો.
આવું કહીને પિતા પોતાની દીકરીને ઘરે લઈ ગયા હતા. ત્યારબાદ યુવતીના પિતાએ બંનેના સંબંધ કરાવી દેવાની ના પાડી હતી. જેના કારણે રોનકે કુંભારવાડામાં યુવતીના ઘરની સામે ઝેરી દવા પીને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. સુસાઇડ કરતાં પહેલાં રોનક એક વિડીયો બનાવ્યો હતો.
જેમાં રોનકે પોતાના સુસાઇડ પાછળ બે થી ત્રણ લોકોને દોશી ગણાવ્યા હતા. રોનકે સુસાઇડ કરતા પહેલા બનાવેલા વીડિયોમાં કહ્યું હતું કે, વિજયભાઈ વલ્લભભાઈ ઝાપડીયા અને સંજય દાદા હું તમારા બંનેના કારણે સુસાઇડ કરું છું. તમે બંને મને હેરાન કરતા હતા, મને ભાવનગરમાં હીરા ઘસવા આવવા દેતા ન હતા.
હું અને તમારી દીકરી ભાગી ગયા ત્યારે તમે કહ્યું હતું કે, હું દસ દિવસમાં લગ્ન કરાવી દઈશ, પરંતુ બે મહિના થવા છતાં લગ્ન કરાવ્યા નથી. એટલા માટે હું સુસાઇડ કરી લઉં છું. વલ્લભભાઈ તમે ધ્યાન રાખજો તમે જેલના સળિયા ગણવાના છો, બસ આ મારો છેલ્લો વિડિયો છે. મળતી માહિતી અનુસાર રોનકે યુવતીના ઘરની સામે ઝેરી દવા પી લીધી હતી. ત્યારબાદ તેને સારવાર માટે ભાવનગરની સર ટી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. જ્યાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન રોનકનું મોત થયું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment on "પ્રેમિકાના પિતાએ લગ્ન કરાવવાની ના પાડી દો, પ્રેમી પ્રેમિકાના ઘરની સામે ઝેરી દવા પીને સુસાઇડ કરી લીધું… જુઓ સુસાઈડ પહેલાનો વિડીયો…"