વાવાઝોડા વચ્ચે મહિલાએ પોતાનો જીવ ગુમાવ્યો..! વડોદરામાં ભેંસને ચારો નાખવા ગયેલી મહિલા સાથે કંઈક એવી દર્દનાક ઘટના બની કે… મહિલાનું રિબાઈ રિબાઈને મોત…

Vadodara, Woman’s death due to ribai ribai: રાજ્યમાં અત્યારે બિપોરજોય વાવાઝોડાને(Biporjoy storm) કારણે લોકોને ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. ત્યારે વડોદરા શહેર નજીક ધનિયાવી ગામ પાસે આવેલ સૂર્યનગરમાં દિવાલ ધરાશાહી થતા એક મહિલાનું મોત થયું છે. પોલીસે મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને વધુ તપાસ હાથ ધરી છે. વડોદરા(Vadodara) શહેર નજીક આવેલ ધનિયાવી પાસે સૂર્યનગરમાં રહેતા પ્રેમીલાબેન માનસિંગભાઈ સોલંકી આજે સવારે 8:30 વાગ્યાની આસપાસ ભેંસોને ચારો નાખવા માટે ગયા હતા.

વડોદરા નજીક સુર્યનગરમાં ભેંસને ચારો નાખવા ગયેલી મહિલા પર દિવાલ પડી, સયાજી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા | Wall collapses on woman who went to feed buffalo in ...

આ દરમિયાન અચાનક બાજુના ખેતરની દિવાલ ભારે પવનના કારણે ધરાશાહી થઈ ગઈ હતી. જે પગલે પરિવારજનો દોડી ગયા હતા અને દિવાલ ધરાશાહી થતા મહિલા પ્રેમીલાબેન ને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેથી તેઓ તરત જ વડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

જ્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા, મહિલાના મોતને પગલે પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે અને મહિલાને પરિવારમાં પતિ, ત્રણ દીકરી અને એક દીકરો છે. મૃતક મહિલાના પાડોશી લક્ષ્મણ ખટીકે જણાવ્યું હતું કે વાવાઝોડાની સ્થિતિને પગલે આજે સવારે 8:30 વાગ્યાની આસપાસ ભારે પવન ફૂંકાઈ રહ્યો હતો.

આ સમયે મહિલા પ્રેમીલાબેન ભેંસને ઘાસચારો નાખવા માટે ગયા હતા. આ દરમિયાન દિવાલ ધરાશાહી થતા તેઓ દિવાલ નીચે દબાઈ ગયા હતા. તેમને બહાર કાઢીને 108 એમ્બ્યુલન્સમાં સયાજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા, જ્યારે મૃતક ના પાડોશી જનક વાળંદે જણાવ્યું હતું કે, ખેતરની દિવાલ પહેલેથી જ નમી ગયેલી હતી.

આ બાબતે અમે વારંવાર ખેડૂતને રજૂઆતો કરી હતી તેમ છતાં કોઈ દિવાલ બાબતે કોઈ કામગીરી કરવામાં આવી ન હતી. જેથી આજે દિવાલ પડતા મહિલાએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*