અરે બાપ રે બાપ…! ગરુડે કર્યો ખતરનાક પ્રાણીનો શિકાર, પછી ગરુડ શિકારને લઈને ઉડી ગયો… જુઓ હચમચાવી દેનારો વિડિયો…

Published on: 6:45 pm, Fri, 16 June 23

સોશિયલ મીડિયા પર વન્યજીવો સાથે જોડાયેલા ઘણા વિડીયો જોવા મળે છે, કેટલાક વિડીયો તો એવા હોય છે કે જે જોઈને આપણે આશ્ચર્યચકિત થઈ જઈએ છીએ. વીડિયો જોયા પછી એવું લાગે છે કે શું ખરેખર આવું બની શકે ? અત્યારે સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થયો છે જે જોઈને તમને એક ક્ષણ માટે વિચારવા માટે મજબૂર કરશે કે શું ગરુડ આવા ખતરનાક પ્રાણીઓનો શિકાર કરે છે ?

આ વીડિયોમાં એક ગરુડ શિયાળનો શિકાર કરે છે, વિશ્વાસ કરવો મુશ્કેલ છે પણ આ વિડીયો એ લોકોમાં ભ્રમ તોડી નાખ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક ગરુડ શિયાળ ને પકડીને ઊભું છે. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે સમગ્ર દ્રશ્ય ડુંગરાળ વિસ્તારનું છે, થોડા સમય પછી તમે જોશો કે ગરુડ શિયાળ સાથે ઉડી જાય છે.

તે પોતાનામાં એક અદભુત ક્ષણ છે કે ગરુડ દ્વારા શિયાળનો શિકાર કરવામાં આવ્યો છે. આ વિડીયો જોયા પછી લાગે છે કે પ્રકૃતિમાં કંઈ પણ શક્ય છે, આ વિડીયો એક ટ્વીટર યુઝરે શેર કર્યો છે. અત્યાર સુધીમાં 30 લાખ લોકો વિડિયો જોઈ ચૂક્યા છે, વિડીયો પર લોકોની પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે.

એક યુઝરે લખ્યું કે અમે ક્યારેય અપેક્ષા નહોતી રાખી કે ગરુડ શિયાળ નો શિકાર કરશે. એક યુઝરે લખ્યું છે કે જ્યાં સુધી મને લાગે છે કે શિયાળ પહેલેથી જ મરી ગયું છે, ત્યારે બીજા યુઝરે લખ્યું કે તમે સાચા છો આ દુનિયા ઘણી ક્રૂર છે.

એક યુઝરે લખ્યું કે જીવન પણ સરળ નથી અહીં દરેક વ્યક્તિ એકબીજા પર નિર્ભર છે. જ્યારે અન્ય એક યુઝરે લખ્યું આ જ પ્રકૃતિ છે આપણે મનુષ્યો પણ એકબીજા પર નિર્ભર રહીએ છીએ આ જગત છે અને દુનિયામાં આમ જ ચાલે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "અરે બાપ રે બાપ…! ગરુડે કર્યો ખતરનાક પ્રાણીનો શિકાર, પછી ગરુડ શિકારને લઈને ઉડી ગયો… જુઓ હચમચાવી દેનારો વિડિયો…"

Leave a comment

Your email address will not be published.


*