રાજકોટમાં આજીડેમ પોલીસ સ્ટેશનના એક મહિલાએ વોશરૂમ જવાનું કહીને ગળાફાંસો ખાઇ લીધો – જાણો શું છે સમગ્ર ઘટના…

Published on: 10:36 am, Mon, 23 May 22

ગુજરાતમાં ખાસ કરીને રાજકોટ શહેરમાં જીવન ટૂંકાવી લેવાના બનાવો ખૂબ જ વધી રહ્યા છે. ત્યારે રાજકોટ શહેરમાં એક મહિલાએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. મળતી માહિતી અનુસાર રાજકોટના આજી ડેમ પોલીસમાં વોશરૂમ જવાનું કહીને એક મહિલાએ ગળાફાંસો ખાઇ લીધો હતો.

આ ઘટના બનતા જ ભારે અફરાતફરી મચી ગઇ હતી. આ સમગ્ર ઘટના બન્યા બાદ પોલીસે મૃત્યુ પામેલી મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડયો હતો અને સમગ્ર ઘટનાને લઇને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

મળતી માહિતી અનુસાર મુકેશ નામના વ્યક્તિ વિરૂદ્ધ આઈપીસીની કલમ 326 અનુસાર પ્રાણઘાતક પ્રહારના ગુના હેઠળ ફરિયાદ દાખલ થઇ હતી. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલી મહિલાનું નામ નયનાબેન હતું. મળતી માહિતી અનુસાર મુકેશ અને મૃતક મહિલા નયનાબેનને પ્રેમ સંબંધ હોવાની શંકાએ સાંજના સમયે 6-7 વાગ્યાની આસપાસ પોલીસ સ્ટેશન બોલાવીને પુછપરછ કરવામાં આવી હતી.

જ્યાં નયનાબેનને ગોળ-ગોળ વાત કરી હતી. નયનાબેનને ડર હતો કે રાત્રે જો તે ઘરે જશે તો તેનો પતિ તેની સાથે માથાકૂટ કરશે. જેથી નયનાબહેન આજીડેમ પોલીસ મથકમાં જ રોકાઈ ગયા હતા. અને તેમને સવારે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું.

આ ઘટના બનતા જ ભારે અફરાતફરી મચી ગઈ હતી. આ ઘટનાની જાણ થતા જ ડીએસપી સહિત ઉચ્ચ કક્ષાના અધિકારીઓ આજીડેમ પોલીસ પહોંચી આવ્યા હતા. સમગ્ર ઘટનાને લઈને પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલ્યું હતું અને અકસ્માતે મૃત્યુ નો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી. આ ઘટના બાદ ઘણા સવાલો ઉભા થઇ રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "રાજકોટમાં આજીડેમ પોલીસ સ્ટેશનના એક મહિલાએ વોશરૂમ જવાનું કહીને ગળાફાંસો ખાઇ લીધો – જાણો શું છે સમગ્ર ઘટના…"

Leave a comment

Your email address will not be published.


*