80 વર્ષના વૃદ્ધ પિતાને દીકરાએ ઘરમાંથી કાઢી મૂક્યા, ત્યારે દીકરાને કલેકટર સાહેબે કહી દીધી એવી મહત્વની વાત કે દીકરા પોતાના વૃદ્ધ પિતાના પગ ધોયા….

Published on: 9:59 am, Mon, 23 May 22

દરેક માતા-પિતા નું સપનું હોય છે કે ઘડપણમાં પણ તેમના દીકરા કે દીકરી તેનો સહારો બની રહે અને બાળકો તેમની સેવા કરે. પરંતુ અમુક માતા-પિતાના આવા સપના અધૂરા રહી જાય છે અને જ્યારે માતા પિતા ઘરડા થાય છે. ત્યારે બાળકો તેમને બોજ માનવા લાગે છે.

ત્યારે છેવટે કંટાળીને બાળકો તેમના માતા-પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે છે. એવામાં જ બાળકોને ખબર નથી હોતી કે માતા-પિતા અને એ જ સમયે તેમના બાળકોના સહારાની જરૂર હોય છે. ત્યારે આવી જ એક ઘટના મધ્યપ્રદેશના જબલપુર થી સામે આવી છે કે જ્યાં એક 80 વર્ષના વૃદ્ધ દાદા નું નામ આનંદગિરિ છે.

તેમના દીકરા અને પુત્રવધૂ અને તેમને એક સમયે ઘરની બહાર કાઢી મુક્યા હતા. તેઓ ખૂબ જ હેરાન પરેશાન થઈ રહ્યા હતા અને વાત કરીએ તો તેમને સરખું ખાવાનું પણ આપતા ન હતા અને માત્ર ને માત્ર હેરાન ન કરતા હતા. છેવટે તેમના પુત્ર અને પુત્રવધુ અને તેમને ઘરની બહાર કાઢી મુક્યા હતા.

ત્યારે હવે એ મોટી ઉંમરના વ્યક્તિ જાય તો જાય ક્યાં! ત્યારે એ પિતાએ એક કલેક્ટર ઓફિસમાં જઇને દીકરાની ફરિયાદ કરી હતી અને આ સમગ્ર વાતની જાણ કરી ત્યારે જબલપુરના કલેકટર આશિષ પાંડે આ વાતની જાણકારી લઈને તેણે તરત જ તેના દીકરાને કલેકટર ઓફિસે બોલાવ્યા.

ઓફિસે બોલાવીને દીકરાને તેના માતા-પિતાએ અત્યાર સુધી કરેલા ત્યાગ વિશે સમજાવ્યો અને આટલા મોટા કર્યા ત્યારે ઉઠાવેલી બધી જ તકલીફો વિશે જણાવ્યું. આ બધી વાત જાણીને એ દીકરો ભાવુક થઈ ગયો અને તેના પિતાને ગળે લગાવી ખુબજ રડયો, ત્યારે તેને ભૂલ તેને બરાબર સમજાઈ ગઈ છે.

અને તેણે કહ્યું કે હું આ ખૂબ જ ખોટું કરી રહ્યો છું અને‌ તેણે પિતા સામે તેની ભૂલ સ્વીકારીને માફી માંગી અને ઘરે પરત લઇ ગયો અને આવું ફરીથી નહીં બને તેવું વચન આપ્યું, ત્યારે દીકરો તેના પિતાને હવે ક્યારેય દુઃખી નહીં કરે એવા વચનથી તે પરત ઘરે લઈ ગયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "80 વર્ષના વૃદ્ધ પિતાને દીકરાએ ઘરમાંથી કાઢી મૂક્યા, ત્યારે દીકરાને કલેકટર સાહેબે કહી દીધી એવી મહત્વની વાત કે દીકરા પોતાના વૃદ્ધ પિતાના પગ ધોયા…."

Leave a comment

Your email address will not be published.


*