કપાતર પતિએ પોતાની પત્નીનો જીવ લઈને તેના મૃતદેહ સાથે કંઈક એવું કર્યું કે… સાંભળીને હૈયુ ધ્રુજી ઉઠશે…

Published on: 4:47 pm, Mon, 14 August 23

હાલમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક યુવકે પોતાની પત્નીનો જીવ લઈ લીધો હતો અને પત્નીનો જીવ લીધા બાદ તેના મૃતદેહ સાથે કંઈક એવું કર્યું કે સાંભળીને હૈયુ ધ્રુજી ઉઠશે. જાણવા મળી રહ્યું છે કે મૃત્યુ પામેલી મહિલાના પિતાએ પોતાની દીકરીની ગુમ થવાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી.

ત્યારબાદ પોલીસે શંકા ના આધારે મહિલાના પતિની ધરપકડ કરી હતી અને તેની કડક પૂછપરછ કરી હતી. આ દરમિયાન આરોપી પતિએ પોતાનો ગુનો કબૂલ કર્યો હતો. આરોપી પતિએ પોતાની પત્નીનો જીવ લઈને તેના મૃતદેહને જંગલમાં દાટી દીધું હતું. રવિવારના રોજ પોલીસે મહિલાનું મૃતદેહબહાર કાઢ્યું હતું.

સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો 10 ઓક્ટોબરના રોજ સુનીતા નામની મહિલાની ગુમ થવાની ફરિયાદ તેના પિતાએ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. ત્યારબાદ પોલીસે સુનીતાના પતિને કસ્ટડીમાં લઈને તેની કડક પૂછપરછ કરી હતી. ત્યારબાદ આરોપી પતિએ પોલીસ કસ્ટડીમાં પોતાનો ગુનો કબૂલ કર્યો હતો.

તેને જણાવ્યું કે તેને સુનીતાનું દબાવીને તેનો જીવ લઈ લીધો હતો અને પછી ત્યારબાદ તેના મૃતદેહને જંગલમાં દાટી દીધું હતું. સમગ્ર ઘટનાને લઈને યુવતીના પિતાએ જણાવ્યું હતું કે, 31 જુલાઈના રોજ સુનિતા પિયર માંથી તેના સાસરિયામાં ગઈ હતી. ત્યાર પછી 10 ઓગસ્ટ સુધી અમારા પરિવારના સભ્યોની સુનિતા સાથે વાત થઈ ન હતી.

જ્યારે સુનીતાના પિતાએ સુનીતાના પતિ સાથે વાત કરવાની કોશિશ કરી ત્યારે પતિ ગમે તેમાં જવાબ આપતો હતો. પછી તો સુનીતાના પિતાએ પોલીસ સ્ટેશનમાં દીકરીની ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ પોલીસે સુનીતા ના પતિ મનહરનની ધરપકડ કરીને તેની પૂછપરછ શરૂ કરી દીધી હતી. આ દરમિયાન પોલીસની કસ્ટડીમાં મનહરન પોતાનો ગુનો કબૂલ કર્યો હતો. ત્યારબાદ પોલીસ આરોપીને સાથે લઈને જંગલમાં પહોંચી હતી અને પછી જંગલમાંથી સુનીતાના મૃતદેહને બહાર કાઢ્યું હતું.

આરોપીનું કેવું છે કે લગ્ન બાદ સુનિતા વારંવાર તેના પિયરમાં આવતી હતી. જેના કારણે પતિ ખૂબ જ પરેશાન થઈ ગયો હતો. આ ઉપરાંત આરોપીએ જણાવ્યું કે તેમના લગ્ન 2014માં થયા હતા. પરંતુ અત્યાર સુધીમાં તેમને કોઈ સંતાન નથી. જેના કારણે બંને વચ્ચે ઝઘડા થતા હતા. આ બધાથી કંટાળીને આરોપીએ સુનીતાનો જીવ લીધો છે તેવું હાલમાં જાણવા મળી રહ્યું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "કપાતર પતિએ પોતાની પત્નીનો જીવ લઈને તેના મૃતદેહ સાથે કંઈક એવું કર્યું કે… સાંભળીને હૈયુ ધ્રુજી ઉઠશે…"

Leave a comment

Your email address will not be published.


*