રાજકોટમાં ચાલી રહી છે અનોખી રોટી બેંક,શેરીએ શેરીએ રોટલી એકઠી કરીને ભૂખ્યા લોકોની ભૂખ કરે છે શાંત,ગર્વ છે આ ગુજરાતીઓ પર

48

દરેક લોકોએ આજ સુધી પૈસાની બેંક જોઈ હશે, બ્લડ બેન્ક જોઈએ છે પણ આજે જે બેંક વિશે વાત કરવા જઈ રહ્યા છીએ તે જાણીને તમે આશ્ચર્યચકિત થઇ જશો. રાજકોટમાં બધી બેંકો થી ખાસ બેંચ ચાલી રહી છે.આ અનોખી અને ખાસ બેંકનું નામ રોટી બેંક રાખવામાં આવ્યું છે.આ બેંક અનેક ભૂખ્યા લોકોનું પેટ ભરે છે. આ કાર્યથી આખા રાજ્યમાં એક અનોખુ ઉદાહરણ પ્રસરી રહ્યું છે.

રોટી બેંક ના સભ્યો ઘરે ઘરે જઈને ઘરમાં વધેલી રોટલી ઉઘરાવે છે અને તે રોટલી ભૂખ્યા અને અસહાય લોકોમાં વિતરણ કરે છે.આ અનોખી બેંકની સ્થાપના એક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલુ કરવામાં આવી છે. આપણા ધાર્મિક પુરાણોમાં અન્નદાને સૌથી મોટુ દાન માનવામાં આવે છે. હવે લોકો રોટલી આપવા માટે આ બેંકમાં સામેથી ચાલીને આવે છે.

આ સંસ્થાના સેવાભાવી લોકો દ્વારા રાજકોટ ની શેરીએ શેરીએ ફરીને રોટલીઓ ભેગી કરવામાં આવે છે. દરરોજ આ સંસ્થા દ્વારા 3000 થી પણ વધુ રોટલીઓ ભેગી કરે છે.આ રોટલીઓ રસ્તા પર રહેતા ગરીબો,અનાથ બાળકો અને મજૂરી કરતા લોકોમાં વહેંચવામાં આવે છે.આ સંસ્થાના લોકો ખૂબ જ મોટું સમાજસેવાનું કામ કરી રહ્યા છે અને સમાજમાં એક ઉત્તમ દાખલો બેસાડી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!