વડલીથી ગોંડલ તરફ આવતી બસ વચ્ચે આખલો આવતા બસ ખાઈ ગઈ પલટી, 45થી પણ વધુ લોકો ઈજાગ્રસ્ત…

68

રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. અકસ્માતના અત્યાર સુધીમાં ઘણા નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હશે. ત્યારે વડલીથી ગોંડલ તરફ આવતી બસ નું અકસ્માત થયું છે. મળતી માહિતી મુજબ રાત્રે 2:00 ના રોજ વડલી થી ગોંડલ આવી રહેલી GJ 14 T 0835 નંબરની આઈ કૃપા ટ્રાવેલ્સ ઘોઘાવદર રોડ ઉપર ધારેશ્વર ચોકડી નજીક પલટી ખાઈ ગઈ હતી.

મળતી માહિતી અનુસાર મુસાફરોથી ભરેલી બસ રોડની સાઇડમાં પલટી ખાઈ જતા મુસાફરો બૂમાબૂમ થયા હતા. કોળી પરિવારના ઇજાગ્રસ્ત વાસુર ભાઈ સાકરીયા એ જણાવ્યું હતું કે અમારુ મૂળ ગામ જસદણ છે.

આ ઉપરાંત તેમને જણાવ્યું કે અમારું પરિવાર વડાલી પિતૃકાર્ય કરવા જતા હતા. ત્યારે રાત્રે સાડા અગિયાર વાગ્યાની આસપાસ અમે વડાલી થી નીકળીને ગોંડલ તરફ આવી રહ્યા હતા.

તે દરમિયાન બસની વચ્ચે અચાનક આખલો આવી જતા બસ પલટી ખાઈ ગઈ હતી. બસમાં મુસાફરી કરતા 40 થી 50 લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. બસમાં ઇજાગ્રસ્ત 10 લોકોને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા છે.

ઘટનાની જાણ કરતા પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી હતી ઉપરાંત ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે તાત્કાલીક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનામાં કોઈપણ વ્યક્તિનું મૃત્યુ થયું નથી.

ઉપરાંત આ ઘટના અંગે સિટી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે બસ ની કેપિસિટી કરતાં વધુ મુસાફરો બસની અંદર મુસાફરી કરી રહ્યા હતા તેવું પોલીસ સુત્રો અનુસાર જાણવા મળ્યુ છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!