એક ટ્રકચાલકે સાયકલ સવાર બાળકને લીધો અડફેટેમાં, ધોરણ 3માં ભણતા બાળકનું કરૂણ મૃત્યુ…

Published on: 5:50 pm, Tue, 12 April 22

આજકાલ અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી રહી છે. ઘણી અકસ્માતની ઘટનાઓ માં એક જણાની બેદરકારીના કારણે બીજા ઘણા લોકોએ પોતાના જીવવું પડે છે. ત્યારે ઉજ્જૈનમાં સોમવારે બનેલી અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં ધોરણ 3માં ભણતા બાળકે પોતાનો જીવ ગુમાવ્યો છે.

બાળકના મૃત્યુના કારણે પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. એક ટ્રકચાલકે રોડ પર જઈ રહેલા સાયકલ સવાર બાળકને અડફેટેમાં લીધો હતો. આ ઘટનામાં બાળકનું કરૂણ મૃત્યુ થયું છે. મકસી રોડ પર ત્રિવેદી કોલોનીમાં રહેતો વિષ્ણુ ચૌહાણ નામનો બાળક સોમવારના રોજ સાંજના 5 વાગ્યાની આસપાસ તેના ઘર પાસે સાઇકલ ચલાવી રહ્યો હોય છે.

આ દરમિયાન એક ટ્રક ચાલક સાયકલ સવાર વિષ્ણુને અડફેટેમાં લે છે. આ ઘટનામાં વિષ્ણુ ઘટનાસ્થળે જ કરૂણ મૃત્યુ થાય છે. ઘટના બનતા જ આસપાસના લોકો ઘટનાસ્થળે એકઠા થઇ ગયા હતા. ઉપરાંત પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી આવી હતી.

સમગ્ર ઘટનાને લઈને પોલીસે ટ્રક કબજે લઇ લીધો હતો અને ટ્રક ડ્રાઈવરની ટૂંક જ સમયમાં ધરપકડ કરી લીધી હતી. આ ઘટનાની જાણ વિષ્ણુના પરિવારજનોને થતાં પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. વિષ્ણુ ધોરણ-3 માં અભ્યાસ કરતો હતો.

સોમવારના રોજ ઉજ્જૈનમાં બપોરના ત્રણ વાગ્યાની આસપાસ બીજી એક અકસ્માતની ઘટના બની હતી. મળતી માહિતી અનુસાર કમલ નામનો યુવક બાઈક ઉપર તરફ જઈ રહ્યો હતો. ત્યારે રસ્તામાં કમલની બાઈકની ટક્કર અન્ય બાઈક સાથે થઈ હતી.

આ ઘટનામાં કમલ ઘટનાસ્થળે કરુણ મૃત્યુ થયું હતું. જ્યારે બીજી બાઈક પર સવાર યશપાલ અને ભૌમ સિંહ નામના યુવકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટનાને લઈને પણ પોલીસ તપાસ કરી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "એક ટ્રકચાલકે સાયકલ સવાર બાળકને લીધો અડફેટેમાં, ધોરણ 3માં ભણતા બાળકનું કરૂણ મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*